ભારત સરકારના સત્તાવાર નિવેદન મુજબ વર્ષ ૨૦૧૨ના ગાળા દરમિયાન ભારતની ૨૨ ટકા વસ્તી ગરીબી રેખાની નીચે હતી પરંતુ હવે હવે ભારતને ઝડપથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થા તરીકે ગણવામાં આવે છે. આવી સ્થિતીમાં સવાલ અનેક ઉઠે તે સ્વાભાવિક ચે. શુ અર્થવ્યવસ્થામાં જે સુધારા થઇ રહ્યા છે તેના તમામ લાભ ગરીબ લોકો સુધી પહોંચી રહ્યા છે ? અમીર અને ગરીબ વચ્ચે અંતરને ઘટાડી દેવામાં સફળતા મળી છે. છતાં પણ હજુ પણ કેટલીક જટિલ સ્થિતી છે.
જે હેઠળ અમીર વધારે અમીર અને ગરીબ વધારે ગરીબ બનતા ગયા છે. વિશ્વ બેંકની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતમાં ગરીબ લોકોની સંખ્યામાં અતિ ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા દશકમાં ભારત અને ચીનના શુદ્ધ સ્થાનિક ઉત્પાદનમાં તીવ્ર વધારો થવાના કારણે લોકોની આવક તેજી સાથે વધી છે. જેના કારણે ભારતમાં ખાસ કરીને ગરીબીની સ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો કર્યો છે. વિશ્વ બેંકમાં માર્ટિન રેવલની શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલક પરિભાષા પણ હવે બદલાઇ રહી છે. વર્ષ ૨૦૦૫માં બેથી ૧૩ ડોલર દરરોજ ખર્ચની ક્ષમતા ધરાવતા લોકોને વિકાસશીલ દેશોમાં ગરીબી રેખાની નીચે ગણવામાં આવે છે. એટલે કે બેથી ૧૩ ડોલરથી વધારે ખર્ચ રોજ કરનાર વ્યક્તિ ગરીબીની શ્રેણીથી બહાર રાખવામાં આવ્યા છે.
ગરીબીની સામાન્ય રીતે સ્વીકાર્ય આ પરિભાષાને માપદંડ તરીકે પણ જા ગણવામાં આવે તો વર્ષ ૨૦૩૦ સુધી ભારત મધ્યમ આવક વર્ગના દેશમાં સામેલ થઇ જશે. જો કે આને માટે સતત વિકાસ, ઉત્પાદનને વધારી દેવા માટેની તેજ ગતિ અને રોકાણની મોટા પાયે જરૂર રહેશે. સાથે સાથે મોટા પાયે રોજગારીની તક પણ ઉભી કરવાની જરૂર રહેશે. સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શુ ભારત આ તમામ માટે તૈયાર છે ? ગરીબી ઘટાડી દેવાને લઇને અમારા નકારાત્મક પાસા એ છે કે અહીં કુલ શ્રમમાં મહિલા શ્રમની ભાગીદારી ઓછી દેખાય છે. ભારતમાં ૬૫ ટકા મહિલાઓ જેમની પાસે કોલેજની ડિગ્રી છે. તે સ્થાનિક સ્તર પર જ કાર્યરત છે. વિશ્વ બેંક ગ્રુપના કાર્યકારી નિર્દેશકો દ્વારા ભારતને મÎયમ આવક વર્ગ ધરાવતા દેશમાં સામેલ કરવા માટે ખાસ કાર્યક્રમ તૈયાર કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ ઇન્ટરનેશનલ બેંક ફોર કન્સ્ટ્રકશન એન્ડ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન તેમજ મલ્ટીલેટ્રલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી મળીને ૨૦૨૨ સુધી ભારતના વિકાસ કાર્યક્રમ માટે ૨૫-૩૦ અબજ ડોલર ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આના મારફતે સંસાધનના વિકાસ, જળ અને ભુમિના યોગ્ય ઉપયોગ, સ્પર્ધા વધારી દેવા માટે વાતાવરણ સર્જવાની બાબતનો સમાવેશ થાય છે.
રોજગારી વધારી દેવાની સાથે સાથે આરોગ્ય, શિક્ષણના ક્ષેત્રમાં કુશળ લોકોને સામેલ કરવા અને ક્ષમતા ધરાવતા લોકોને તક આપવા જેવી બાબતનો સમાવેશ થાય છે. આશા કરી શકાય છે કે રોજગારીની તક ઉભી કરવામાં શહેરી મહિલાઓને તક આપવા જેવી બાબતોને પણ સામેલ કરી લેવામાં આવનાર છે. જા આવુ કરાશે તો જ દેશ ગરીબી દુર કરવા માટેના તેના લક્ષ્ય સુધી પહોંચી શકશે.ગરીબીની પરિભાષાને લઇને પણ હમેંશા નિષ્ણાંતોમાં ચર્ચા થતી રહે છે. આવી સ્થિતીમાં ગરીબીમાંથી કેટલા લોકો બહાર આવી ગયા છે અને આવશે તે અંગે કોઇ વાત કરવી સરળ નથી. આઝાદી બાદથી જ ગરીબીને દુર કરવા માટેના પ્રયાસ દરેક સરકાર પોતાના સ્તર પર કર રહી છે. જો કે યોજના બનાવવામાં આવી હોવા છતાં અસરકારક રીતે તમામ યોજના અમલી બની શકી નથી. જેથી ગરીબીની સમસ્યાને આઝાદીના આટલા વર્ષો બાદ પણ અમે દુર કરી શક્યા નથી. યોજના અમલીકરણ પર ધ્યાન ન આપવાના કારણે જુદા જુદા ક્ષેત્રમાં તકલીફ રહી છે. સાથે સાથે ગરીબી દુર કરવાના પ્રયાસ અને યોજનાને અપેક્ષા કરતા ઓછી સફળતા મળી રહી છે. મજબુત ઇચ્છાશક્તિ પણ આના માટે સૌથી ઉપયોગી રહેલી છે. વસ્તી વિસ્ફોટને પણ ગરીબી માટેના એક કારણ તરીકે જાઇ શકાય છે.