લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતપોતાની ચાલ રમી રહ્યા છે. એકબાજુ નાના પક્ષો વધુને વધુ લાભ ઉઠાવવા મેદાનમાં આવી રહ્યા છે. મોટા પક્ષો કેન્દ્ર સ્તર પર તેમની ભૂમિકાને મજબુત કરવામાં લાગેલા છે. જો કે છેલ્લા કેટલાક મહિનાથી એક બાબત વિરોધ પક્ષોના મોટા ભાગના લોકો કરી રહ્યા છે કે દેશને બચાવી લેવાનો અને સંવિધાનને બચાવી લેવાનો સમય આવી ગયો છે. આ બાબત દેશના સામાન્ય લોકોને ગળે ઉતરી રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી દુર થવાથી અને વિરોધીઓ એક સાથે ભેગા થઇને જો સરકાર બનાવી લેશે તો દેશ કઇ રીતે બચી જશે તે બાબત લોકોને સમજાઇ રહી નથી. સામાન્ય લોકો વિરોધીઓના કાવાદાવાને જોઇ રહ્યા છે.
દેશના જુદા જુદા ભાગમાં હાલમાં જુદા જુદા કેસોનો સામનો કરી રહેલા અથવા તો ચૂંટણી આવે ત્યારે રાજકીય ઉછળકુદ કરતા કેટલાક અસંતુષ્ટ નેતા બંધારણ બચાવો દેશ બચાવો જેવા કાર્યક્રમ આયોજિત કરે છે. જ્યારે કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાન પોત પોતાના વિસ્તારમાં પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા અને પોતાની સ્થિતીને ટકાવી રાખવા શક્તિ પ્રદર્શન કરે છે. વાત કોઇ એક વિપક્ષી નેતાની નથી બલ્કે તમામ વિરોધ પક્ષોના નેતાઓની રહેલી છે. જે કાર્યક્રમ યોજીને કેટલાક સંદેશા આપવાના પ્રયાસ કરી રહ્યા છે. જેમાં મમતા બેનર્જી, ચન્દ્રાબાબુ નાયડુ, અરવિન્દ કેજરીવાલ, માયાવતી અને અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓને પોત પોતાના રાજ્યમાં કામ કરવાની પુરતી તક મળી છે છતાં તેમની કામગીરી આજે તમામની સામે છે. કોંગ્રેસ પાર્ટી તો વિશ્વસનીયતા ધરાવતી નથી તેમ પણ કેટલાક લોકો કહે છે.
વાત અગાઉની કોંગ્રેસ સરકારની કરવામાં આવે તો તેમના ગાળામાં જે પ્રકારે ભ્રષ્ટાચારનુ નેટવર્ક ફેલાયુ હતુ તેને જાતા તમામ લોકો કહે છે કે સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ મુળભુત સુવિધા વિકસિત થઇ શકી નથી. આજે ખેડુતો અને ભ્રષ્ટાચારના મુદ્દાને લઇને કુદાકુદ કરી રહેલા કોંગ્રેસના તમામ લોકો પાસે આ બાબતનો જવાબ નથી કે સ્વતંત્રતાના એટલા વર્ષો બાદ પણ દેશના તમામ ભાગોમાં કેમ વિજળીની મુળભુત સુવિધા પહોંચી નથી. જો કોંગ્રેસી સરકારોએ વિતેલા વર્ષોમાં ખુબ સારુ કામ કર્યુ છે તો ગ્રામીણ ક્ષેત્રો આજે પણ કેમ અંધારામાં છે. આજે પણ ખેડુતોને કેમ લોનમાફી કરવી પડે છે. ભારતને સ્વતંત્રતા મળ્યાને દશકો થઇ ગયા છે પરંતુ હજુ સુધી ખેડુતોની હાલતમાં સુધારો થયો નથી. ખેડુતો આજે પણ કેટલાક વિસ્તારોમાં આત્મહત્યા કરવા તરફ દોરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પાકા રસ્તા નથી. પરિવહનના સાધનો પુરતા પ્રમાણમાં દેખાતા નથી. ગરીબી હટાવો અને ખેડુતોના જીવન ધોરણને સુધારી દેવાના તમામ પ્રયાસો કરવાના દાવા કોંગ્રેસ કરે છે પરંતુ તેમના દાવાએ વખતે પોકળ પુરવાર થાય છે જ્યારે જુદી જુદી રેન્કિંગ સંસ્થાઓના આંકડા જારી કરવામાં આવે છે. આ કોઇ મોદી અથવા તો નેતાઓના આંકડા નથી. વિદેશી પ્રતિષ્ઠિત રેન્કિંગ સંસ્થાઓના આંકડા છે. જે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષના ગાળા દરમિયાન દેશની સિદ્ધીની વાત કરે છે. આજે ચારેબાજુ સ્વચ્છતા અભિયાનને ટેકો મળી રહ્યો છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં સ્વચ્છતા જાવા મળે છે.
જેમાં સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને અન્ય જાહેર લોકોના સ્થળનો સમાવેશ થાય છે. સાત આઠ વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો રેલવેમાં વધારે મુસાફરી કરતા લોકો સામાન્ય રીતે કહી શકે છે કે ઇ રીતે સ્ટેશનો પર ગંદકી રહેતી નથી. પ્લેટ ફોર્મ પર ઉભા રહેવાની ઇચ્છા પણ થતી ન હતી. ટ્રેનોની કેવી હાલત હતી તે પણ લોકો સારી રીતે કહી શકે છે. આજે પાંચ વર્ષના ગાળામાં જ સ્ટેશનો અને ટ્રેનોમાં જે પ્રકારની સ્વચ્છતા જાવા મળે છે તેને લઇને તમામ લોકો સંતુષ્ઠ હોઇ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ, વીજળી સહિતની સુવિધા પહોંચી છે. ઇચ્છાશક્તિ હોત તો આ કામ પહેલા પણ થઇ શક્યા હોત. જ્યારે અમે સ્વતંત્રતાના આટલા વર્ષો પછી કોઇ સિદ્ધી મેળવી લઇએ છીએ ત્યારે ગર્વ ચોક્કસપણે થાય છે પરંતુ સાથે સાથે એક વિચાર પણ ચોક્કસપણે જાગૃત લોકોને આવે છે કે આ કામ પહેલા થઇ ગયા હોત તો બીજા અન્ય કામો પર ધ્યાન અપાયુ હતુ. ૫૦ વર્ષથી પણ વધુ ગાળામાં સમગ્ર દેશના સમગ્ર વિસ્તારમાં વીજળી ન પહોંચે, પાકા રસ્તા ન બને, વિશ્વના દેશોમાં ભારતની નોંધ ન લેવાય, ગેસ કનેક્શન પુરતા પ્રમાણમાં લોકો પાસે ન હોય તો કહી શકાય છે કે વિતેલા વર્ષોમાં અગાઉની સરકારો કેટલી ઉદાસીન રહી હશે. હવે દેશને વિપક્ષી નેતાઓ ચમત્કાર કરીને કઇ રીતે બચાવી લેશે. દેશની સામે હાલમાં એવી કઇ સમસ્યા છે જેના કારણે દેશ સંકટમાં છે. સામાન્ય લોકોને તો એવા કોઇ સંકટ દેખાતા નથી. હરિફોને જે જુદા જુદા કેસોમં ફસાયેલા છે તેમને ચોક્કસપણે સંકટ દેખાય છે. કારણ કે તેમની સામે હવે તેમના કરતુતોને ખુલ્લા પાડવા કાર્યવાહી થઇ રહી છે. સામાન્ય રીતે કોઇ વ્યક્તિ સરળતાથી સમજી શકે છે કે કોઇ પણ તપાસ સંસ્થાઓ જો કોઇ શંકા હશે નહીં તો કેમ કોઇની સામે તપાસ કરી શકે છે. અને જો કોઇ ગેરરિતી અને કોઇ ખોટા કામો કર્યા નથી તો તપાસ સંસ્થાઓને લઇને હોબાળો શા માટે મચાવાય છે. સામાન્ય લોકો જવાબ ઇચ્છે છે કે સીબીઆઇ અથવા તો ઇડી અથવા તો અન્ય તપાસ ટીમો કોઇ પણ સમય તપાસ માટે પહોંચે તો તેમાં કોઇ મુખ્યપ્રધાન અથવા તો અન્ય લીડરોને વાંધો કેમ છે.