બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે લાંબા સમય બાદ મનની વાત કહી છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે તેમની સરકાર 3સીના ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. 3સીનો મતલબ છે ક્રાઇમ, કરપ્શન અને કમ્યુનલિઝમ. તેમની સરકારમાં ક્યારેય ક્રાઇમ, કરપ્શન અને કમ્યુનલિઝમ નહી થાય તેવું તેમણે કહ્યું હતુ.
નિતીશ કુમાર ઓછુ બોલે છે અને તક જોઇને બોલે છે. જ્યારે પણ નિતિશ કુમાર બોલે છે ત્યારે તેમના નિશાને એક સાથે ઘણા લોકો હોય છે. લાલુ યાદવ નિતીશ કુમાર માટે કહે છે કે, નિતીશ કુમારના મોઢામાં નહી પેટમાં દાંત છે. પેટમાં દાંત હોવાનો મતબલ કે નિતીશ કુમાર ખૂબ શાતિર છે.
નિતીશ કુમારના આ બયાનને બધા લોકો અલગ અલગ રીતે લઇ રહ્યાં છે. ઘણા લોકો કહી રહ્યાં છે કે, આ તેમના વિરોધી પક્ષો ઉપર નિશાન છે.
નિતીશ કુમારના આ બયાનના બીજા જ દિવસે ખબર આવી હતી કે, ગોપાલગંજથી મેટ્રીક પરીક્ષાની લગભગ 40 હજાર કોપીઓ ગાયબ થઇ ગઇ છે. તો નિતીશનો 3સી વાળો પ્લાન કામ કરી રહ્યો છે તે જ મોટો સવાલ છે.