દિલ્હી અને એનસીઆરની કેટલીક સ્કુલો દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે હાલમાં તંગદીલી છે ત્યારે સોશિયલ મિડિયા પર ચાલી રહેલી નરફતને દુર કરવા માટે કેટલીક ખાસ પહેલ કરી છે. હાલમાં સોશિયલ મિડિયા પર ચાલી રહેલા નફરત ભરેલા અભિયાનના દુષ્ટપ્રભાવથી બાળકોને બચાવી લેવા માટે ખાસ પહેલ કરી છે. જો બાળકોના મનમાં કોઇ સવાલ છે તો તેનો જવાબ ચોક્કસપણે આપવામાં આવે તે જરૂરી છે. સ્કુલો દ્વારા પેરેન્ટસને કહેવામાં આવ્યુ છે કે તેઓ આ સંબંધમાં બાળકો સાથે વાતચીત કરે. બાળકોના મનમાં જા કોઇ વાત છે તો તેનો ચોક્કસપણે જવાબ આપવામાં આવે.
બાળકોને વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે તે જરૂરી છે. એવુ બની શકે છે કે બાળકો સોશિયલ મિડિયા પર પ્રચારિત કોઇ ખોટી માહિતીનો શિકાર હોય. વાલીઓ બાળકોને સાચી હકીકતથી વાકેફ કરે તે જરૂરી છે. એવુ પણ શક્ય છે કે કોઇ પ્રકારના ખરાબ પ્રચારના કારણે કોઇ બાળકને મનમાં ડર ન હોય. કોઇ બાળકો હતાશ થયા હોય તેમ પણ બની શકે છે. વાલીઓને આ બાબતની તરફ ધ્યાન આપવાની જરૂર છે કે તેઓ બાળકોમાં વિવેકપૂર્ણ દ્રષ્ટિ જન્માવે. કેટલીક સ્કુલોમાં તો શિક્ષક પણ આ કામ કરી રહ્યા છે. કેટલીક સ્કુલો દ્વારા હાલની સ્થિતીમાં સોશિયલ મિડિયાથી દુર રહેવા માટે બાળકોને સુચના આપી છે. અલબત્ત આ બાબત શક્ય નથી. આજના બાળકો આની સાથે જ જોડાયેલા છે. બાળકો વર્તમાન સમયમાં તમામ બાબતોથી વાકેફ રહે છે. એમ રણ નિષ્ણાંત કહે છે કે બાળકો સરળ રીતે વાસ્તવિકતા અને જુઠ્ઠાણાને સમજી શકતા નથી.
બાળકો સોશિયલ મિડિયાના નિવેદનને પોતાની વિચારધારા બનાવી લે છે. પુલવામા ખાતે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ સોશિયલ મિડિયામાં અલગ અલગ પ્લેટ ફોર્મ પર નફરત ભરેલી ટિપ્પણી અને ફોટાઓ આવવા લાગી ગયા હતા. ભારત દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ તો જાણે પુર જેવી સ્થિતી આ પ્રકારના નિવેદન અને નફરતના સંદેશોનુ આવી ગયુ હતુ. માત્ર પાકિસ્તાન જ નહી બલ્કે દેશના કેટલાક સમુદાયના પ્રત્યે પણ ઝેર ઓંકવાની શરૂઆત થઇ ગઇ હતી. આ સિલસિલો હજુ પણ જારી રહ્યો છે. આ ક્રમમાં માત્ર મર્યાદાની મજાક કરવામા આવી ન હતી બલ્કે ઐતિહાસિક તથ્યોની સાથે પણ ચેડા કરવામા આવ્યા હતા.
સરકારના નિવેદનોને પણ મરોડી મચડીને રજૂ કરવામાં આવ્યા હતા. રાજનેતાઓની મજાક કરવામા આવી હતી. સોશિયલ મિડિયા પર કેટલીક ટીમો તો ખાસ રીતે સક્રિય થઇ ગઇ હતી. આ તમામ ઘટનાક્રમની વચ્ચે એક ટીમ સોશિયલ મિડિયા પર એવી પણ હતી જે સ્વાર્થ માટે ઝેરી બિયા લગાવવામાં આવી રહ્યા છે. આજે એવા નાગરિક તૈયાર કરવાની જરૂર છે જે વિવેકવાન હોય. જેમની પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ હોય. જે તર્કની કસોટી પર તમામ બાબતોને સારી રીતે સમજી શકે. સોશિયલ મિડિયા પર અંકુશના પ્રયાસ કેટલાક સ્તર પર કરવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત જાગૃતતા જગાવવા માટેની રહેલી છે. દેશની અન્ય સ્કુલો પણ આ દિશામાં વિચારે તે જરૂરી છે.