કિસ ડે વેલેન્ટાઇન ડેના વિશિષ્ટ દિવસોમાંથી એક છે જે દરેક વર્ષે યુવાનો અને પ્રેમ કરનારા કપલ્સ દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે, તમારા પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવા માટે પ્રેમ કરનારી જોડી અને યુવાઓ પુરા જનુનથી એકબીજાને કિસ (ચુંબન) કરે છે. આ વેલેન્ટાઇન ડે ઉત્સવ સંબંધો માટે નવું જોડાણ અને તાજીગી લાવે છે. પ્રેમ સંબંધને ગાઢ બનાવવાની સાથે સાથે બંને વ્યક્તિ માટે તે એક આનંદદાયક અનુભવ હોય છે અને ઘણી બધી ખુશીઓ સાથે લાવે છે.
એ વાત અગત્યની નથી કે તમે પહેલી વખત કિસ કરી રહ્યા છો અથવા ઘણી વખત કરાયેલી છે, અગત્યનું છે કે શું તમે દિલકશ કિસ કરી શકશો? તે માટે અહીં તમને ટીપ્સ આપવામાં આવી છે.
કયારે કિસ કરવી?
જયારે પ્રેમી સાથેની મુલાકાત પુરી થઇ જાય અને છુટા પડવાનો સમય આવે છે ત્યારે તે સમય કિસ કરવા માટે ઉત્તમ સમય હોય છે, જેને ‘ગુડબાય કિસ’ કહે છે. પ્રથમ વખત કિસ કરવા માટે આનાથી વધુ સારું બહાનું બીજું નહી હોય.
જો તમે પહેલી કિસ પહેલી મુલાકાતમાં જ કરી રહ્યા હોવ તો, તો એ વાતનો સંકેત છે કે તમે તમારા સાથી સાથેની મુલાકાતનો ભરપુર આનંદ મેળવ્યો છે. જો તમે બે-ત્રણ વખતની મુલાકાત પછી પણ તમારા સાથીને કિસ ન કરી હોય, તો તે વિચારે છે કે તમે તેને સહેજ પણ ગમાડતા નથી.
કેવી રીતે જાણશો કે પાર્ટનરને કિસ જોઇએ?
કિસ કરવામાં પ્રેમીકા પહેલ નથી કરી શકતી, પણ તે પોતાના હાવ ભાવથી કિસ કરવા માટે પ્રેરે છે જેને પ્રેમીએ સમજવાની જરૂર હોય છે.
જેમ કે, પ્રેમિકા આઇ કોંટેક્ટ વધારે કરે, નજીક બેસે તો ઍથવા નજીક આવવાનો પ્રયત્ન કરે તો સમજવું કે તે કિસ કરવા ઇચ્છે છે.
કિસ કરવાના ફાયદા :
એક કિસ એ એક-બીજાના માટે પ્રેમ, જુનુન અને આદરની ભાવના પ્રદર્શિત કરે છે. એક રોમાન્સથી ભરેલ કિસથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે, કેમ કે કિસની પ્રક્રિયામાં લગભગ 34 ચહેરાઓથી અને 112 હાવભાવ સંબંધી માંસપેશિયોનો સમાવેશ થયેલો હોય છે. કિસ માંસપેશિઓમાંથી એક ઓરબીસેલાસિસ ઓરિસ કહેવાય છે જેના ઉપયોગથી હોઠને ચારેબાજુથી ખેંચવા માટે હોય છે. ડોકટરો દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે જુદી જુદી સંક્રમણ બિમારીઓ, શરીરના મુખ્ય અંગો, દિલને બચાવવાની સાથે ખરાબ લોહીના કોલેસ્ટેરોલ સ્તરને ઓછું કરવામાં, કેલરી બાળવામાં, શરીર અને મગજને ફ્રેશ રાખવામાં, તણાવના સ્તરને પણ ઘટાડવામાં એક રોમાન્સથી ભરેલ કિસ મહત્વનો ભાગ ભજવે છે.