મિનાક્ષી મંદિર કઇ રીતે જવાય 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દક્ષિણ ભારત પ્રવાસીઓની વચ્ચે માત્ર પોતાની ખુબસુરત જગ્યા માટે જ લોકપ્રિય નથી બલ્કે અહીં સ્થિતમંદિરો પણ દુનિયાભરમાં જાણીતા રહ્યા છે. જ્યાં લાખોની સંખ્યામાં લોકો પહોંચતા રહે છે. દક્ષિણ ભારતમાં અનેક લોકપ્રિય મંદિરો આવેલા છે. જેમાંથી એક મંદિર મદુરાઇના મિનાક્ષી મંદિર પણ છે. જેને અમ્મા મંદિર તરીકે પણ કહેવામાં આવે છે. જા તમે ચેન્નાઇ કોઇ કારણસર પહોંચી રહ્યા છો અને જવાનુ થાય છે તો મદુરાઇ ખાતેના મિનાક્ષી મંદિરમાં દર્શન કરવાની તક ચોક્કસપણે લેવી જાઇએ. ત્યાં આ ખાસ પ્રકારના પ્રાચીન મંદિરના દર્શન કરવાની તક દરરોજદ મોટી સંખ્યામાં લોકો ઉઠાવે છે. મંદિર સાથે સંબંધિત કેટલાક ઇતિહાસ રહેલા છે. મિનાક્ષી મંદિર પહોંચવા માટે તમે ફ્લાઇટનો ઉપયોગ પણ કરી શકો છો.

આના માટે સૌથી પહેલા આપને ફ્લાઇટ બુક કરવાની રહેશે. પરંતુ ધ્યાન આપવાની બાબત એ છે કે આ કામ યોજના બનાવી લીધા બાદ ઓછામાં ઓછા ૩-૪ મહિના પહેલા કરી લેવાની જરૂર હોય છે. પહેલા બુકિંગ કરાવી લેવાની સ્થિતીમાં લાભ મળે છે. મદુરાઇ વિમાનીમથકે પહોંચી ગયા બાદ અહીં મિનાક્ષી મંદિરમાં જવા માટે તમે ટેક્સી બુક કરાવી શકો છો. આ સુવિધા આપને વિમાની મથકની નજીક પણ મળી શકે છે. આ ઉપરાંત ટ્રેન મારફતે પણ સરળતાથી પહોંચી શકાય છે. બજેટ પણ સાનુકુળ હોય છે. પરંતુ આ લાભ આપને એ વખતે મળે છે જ્યારે તમે એડવાન્સ ટિકિટ બુક કરાવો છો.

આના કારણે આપને એડવાન્સ કન્ફર્મ ટિકિટ મળી શકે છે. સરળતાથી આરામદાયક પ્રવાસ કરી શકાય છે. જા તમે ચેન્નાઇમાં છો તો અહીંથી તમે એગ્મોર રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી શકો છો. જે આપને સાત-આઠ કલાકમાં મદુરાઇ રેલવે સ્ટેશન પર પહોંચાડી શકે છે. અહીં પહોંચીને તમે ટેક્સી મારફતે મિનાક્ષી મંદિરમાં પહોંચી શકો છો. ચેન્નાઇથી મદુરાઇ જવા માટે બસ સેવાનો પણ લાભ લઇ શકો છો. આના માટે રાજ્ય સરકારની બસ અથવા તો ખાનગી બસ મારફતે મુસાફરી કરી શકાય છે. બસ તમને કોયાંબેડુ સ્થિત ચેન્નાઇ સીએમબીટી બસ ટર્મિનસથી મળી શકે છે. મદુરાઇ પહોંચીને બસ સ્ટેન્ડ પર ઉતરી ગયા બાદ અહીંથી મિનાક્ષી મંદિરનુ અંતર માત્ર ૨૦ મિનિટનુ છે. ઓટો અથવા તો ટેક્સી પકડીને પહોંચી શકાય છે. મિનાક્ષી મંદિર કેટલીક બાબતોને લઇને વિશેષ છે.

Share This Article