દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂકે ખુલાસો કર્યો છે કે તેમને યુઝર્સનો ડેટા કેવી રીતે મળે છે. તે સિવાય ફેસબૂક વ્યાપાર માટે પણ ઉપયોગી છે.
ઘણી એવી એપ્લીકેશન કે વેબસાઇટ છે જે યુઝર્સને એકાઉન્ટ બનાવવામાં મદદ કરે છે. લોગઇન વિથ ફેસબૂક એ સૌથી સિમ્પલ ઓપ્શન હોય છે દરેક યુઝર માટે, અને યુઝર પણ ફેસબૂક સાથે લોગઇન કરવાનું વધારે પસંદ કરે છે. જેથી જે-તે વેબસાઇટનો કન્ટેન્ટ ફેસબૂક પેજ પર આસાનીથી શેર થઇ શકે. ફેસબૂક પણ આ એપ્સ અને વેબસાઇટની એડવર્ટાઇઝ વધારવામાં મદદ કરે છે.
આ વેબસાઇટ અથવા એપ તેની વિઝીટ લેનાર વ્યક્તિની જાણકારી ફેસબૂકને મોકલે છે. ફેસબૂકને તે લોકોની પણ જાણકારી મળે છે જે ફેસબૂકનો ઉપયોગ નથી કરતા. આવુ એટલા માટે થાય છે કે જે-તે વેબસાઇટ અને એપને જાણકારી નથી હોતી કે તેના યુઝર્સ ફેસબૂકનો વપરાશ કરે છે કે નહી. પહેલા પણ ઝુકરબર્ગે કબૂલ્યુ હતુ કે ફેસબૂક તે લોકોના ડેટાને પણ ટ્રેક કરે છે જે ફેસબૂક યુઝર નથી.
એડવર્ટાઇઝમેન્ટ દ્વારા પણ તમને ટ્રેક કરવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો તમે કોઇ પણ વેબસાઇટ ઉપર પર્સ જોયુ અને તમે તે ખરીદ્યુ કે ના ખરીદ્યુ પરંતુ તેની અલ્ગોરિધમને ધ્યાનમાં રાખીને ફેસબૂક પર પણ તમને અલગ અલગ વેબસાઇટના ડિસ્કાઉન્ટ સાથેના પર્સ દેખાવા માંડશે. તમે કોઇ અલગ વેબસાઇટ પર જોયેલી વસ્તુ ફેસબૂકને કેવી રીતે ખબર પડી.. અલ્ગોરિધમ સિવાય પણ ટ્રેકિંગ દ્વારા આ બાબત ખબર પડે છે.