અક્ષય તૃતીયા વૈશાખ શુક્લ તૃતિયાના દિવસે ઉજવાય છે. આ દિવસે કરેલ જપ, તપ અને જ્ઞાનનું અક્ષય ફળ મળે છે, માટે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે સતયુગનો પણ પ્રારંભ થયો હતો એટલે તેને યુગાદિ તૃતિયા પણ કહે છે. જો આ વ્રત સોમવાર કે રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયી ગણવામાં આવે છે.
કેવી રીતે કરશો વ્રત ?
- અક્ષયતૃતિયાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું.
- ઘરની સફાઇ કરીને પવિત્ર જળથી નહાવું.
- ઘરના કોઇ પવિત્ર સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તી કે છબી સ્થાપિત કરવી.
- ભગવાનની આરાધના કરવી.
- આરાધના કરીને ભગવાનની મૂર્તીને પંચામૃતથી સ્નાન કરાવવું.
- ષોડ્શોપચાર વિધીથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું.
- ભગવાન વિષ્ણુને સુગંધિત પુષ્પમાળા પહેરાવવી.
- ઘઉં અને જવનો સત્તુ , કાકડી અને ચણાની દાળનું દાન કરવું જોઇએ.
- ત્યારબાદ વિષ્ણુસહસ્ત્રનામનો જાપ કરવો.
- તુલસીને જળ ચડાવવું અને બાદમાં ભગવાનની આરતી કરવી.
વ્રત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે, ભારતીય લોકો અખાત્રીજ ઉપર સોનુ ખરીદે છે. તેઓ માને છે કે અખાત્રીજ પર સોનુ ખરીદવુ શુભ ગણાય છે.