ડિજિટલ ભારતમાં હાલના વર્ષોમાં ઇન્ટરનેટ્ કર્ફ્યુની સ્થિતી વારંવાર જોવા મળી રહી છે. આના કારણે સામાન્ય લોકોને જ નહીં બલ્કે દેશની અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન થાય છે. આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા છ વર્ષના ગાળામાં જ ભારતમાં નેટ સટડાઉન અથવા તો ઇન્ટરનેટ બંધ રાખવાના મામલામાં ૪૫ ગણો વધારો થઇ ગયો છે. વર્ષ ૨૦૧૨ બાદથી દેશમાં ૩૩૩ વખત ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી ચુકી છે. વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ ૧૩૪ વખત ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી.વર્ષ ૨૦૧૨ બાદથી કેટલી વખત ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી ચુકી છે તે નીચે મુજબ છે.
વર્ષ ઇન્ટરનેટ સેવા બંધ (કેટલી વખત)
૨૦૧૨ ૦૩
૨૦૧૩ ૦૫
૨૦૧૪ ૦૬
૨૦૧૫ ૧૪
૨૦૧૬ ૩૧
૨૦૧૭ ૭૯
૨૦૧૮ ૧૩૪
૨૦૧૯ ૬૧