કાશ્મીરમાં હાલમાં ઉકળતા ચરુ જેવી સ્થિતી થયેલી છે. સફરજનના બાગ બગીચા, કેસરના બગીતા, અખરોટ અને બદામના વૃક્ષોનીહાલત કફોડી બનેલી છે. પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ભીષણ ત્રાસવાદી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ હવે હાલત કફોડી બનેલી છે. વિસ્ફોટક સ્થિતી હવે પ્રવર્તી રહી છે. આ હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. કાશ્મીરમાં હજુ સુધીના સૌથી વિનાશકારી હુમલો કરવામાં આવ્યા બાદ દેશ હમચી ઉઠયુ છે. રવિવારની રાતથી ભીષણ હુમલ કરવામાં આવ્યો હતો. કાશ્મીરમાં રક્તપાતનો દોર જારી છે. સીઆરપીફ કાફલા પર કરવામાં આવેલા હુમલામાં માસ્ટરમાઇન્ડ રહેલા અબ્દુલ રશીદ ગાજી અને જેશના બે ત્રાસવાદીઓ ફુંકી મારવામાં આવ્યા છે.
અથડામણમાં એક મેજર સહિત ચાર ત્રાસવાદીઓ શહીદ થયા હતા. એક લેફ્ટી. કર્નલ અને કેપ્ટન તેમજ દક્ષિણ કાશ્મીરના ડીઇજી અમિત કુમાર ઘાયલ થયા છે. બે નાગરિકો પણ માર્યા ગયા છે. ગાજી જેશનો કમાન્ડર અને આત્મઘાતી હુમલાના મુખ્ય ભેજાબાજ તરીકે હતો. આત્મઘાતી બોમ્બરને ટ્રેનિંગ તેના દ્વારા જ આપવામાં આવી હતી. તેના ખાતમાને મોટી સફળતા તરીકે ચોક્કસપણે જોવામાં આવે છે. જો તે ઠાર ન થયો હોત તો તે બીજા કેટલાક ત્રાસવાદીઓને બોમ્બર બનાવી દેવામાં સફળ રહ્યો હોત.જો કે હાલમાં જે રીતે સ્થાનિક કાશ્મીરી યુવાનો સરક્ષા દળોના ત્રાસવાદની સામે ઓપરેશનમાં અડચણરૂપ બની રહ્યા છે તે જોતા મોટી ચિંતાની બાબત રહેલી છે. સેના અને સુરક્ષા દળોની આટલી મોટી તૈનાતી છતાં ત્રાસવાદીઓએને સ્થાનિક લોકો રક્ષણ આપી રહ્યા છે તે મોટી બાબત છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં દેશમાં કાર્યક્રમ થઇ રહ્યા છે. પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તર પર દબાણ લાવવામાં ભારત સફળ સાબિત થઇ રહ્યુ છે. ભારતે કઠોર પગલા લઇને અલગતાવાદીઓની સુરક્ષા વ્યવસ્થાને પણ પરત ખેંચી લીધી છે.
ખીણમાં પડોશી દેશોના એજન્ટ તરીકે આ લોકો કામ કરી રહ્યા હોવાના હેવાલ પહેલા પણ મળતા રહ્યા છે. સુરક્ષા દળોને પણ ત્રાસવાદીઓ સામે પોતાની રીતે કાર્યવાહી કરવા માટે મંજુરી આપી દેવામાં આવી છે.જો કે આ તમામ પ્રયાસો વચ્ચે કાશ્મીર ખીણમાં શાંતિ સ્થાપિત કરવા માટેના પ્રયાસો સફળ રહેશે કે કેમ તેને લઇને ચર્ચા છે. ભારત કોઇ અન્ય દેશને ત્રાસવાદીઓ અંગેના પુરાવા શા માટે આપે તે પણ પ્રશ્ન છે. કાશ્મીર દેશના અખંડ ભાગ હોવાથી અહીં પણ દેશના અન્ય કાનુન અમલી બને તે જરૂરી છે. કલમ ૩૭૦ સૌથી મોટી અડચણ છે. તેને દુર કરવા માટે સર્વસંમત નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે. સંસદનુ ખાસ સત્ર બોલાવીને પણ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી શકે છે. ખાસ અધિકાર ત્યાં આપી શકાય છે પરંતુ અલગતાવાદીઓની મંજુરી આપી શકાય નહીં. કાનુન દેશના ત્યાં લાગુ કરવામાં આવે તે સમયની માંગ છે. જે જરૂરી બને તે તમામ પગલા લેવાની જરૂર છે.