ઓલ- ઈલેક્ટ્રિક જેગુઆર આઈ-પેસ વસાવવાનું હવે અગાઉ કરતાં આસાન છે, જે યુઝ એન્ડ કોસ્ટ, નવું ઓનલાઈન રેન્જ કેલ્ક્યુલેટર, સિંપલ- ટેરિફ પબ્લિક ચાર્જિંગ સર્વિસ અને ગો આઈ-પેસ એપ પર કેન્દ્રિત વિશિષ્ટતાઓને આભારી છે. નવું online range calculator ઉપભોક્તાઓને વ્હીલનો આકાર, તાપમાન અને અન્ય વિશિષ્ટતાઓનો વાહનની મહત્તમ રેન્જ ૪૭૦ km (૨૯૨ miles) (WLTP) પર કેવો પ્રભાવ છે તેની પર ઉત્તમ અંતર્દષ્ટિ આપે છે.
જેગુઆરની નવી simple-tariff public charging service માલિકને પેજી મોડેલ કે ફિક્સ્ડ સબ્સ્ક્રિપ્શન ફીનો ઉપયોગ કરીને એક માસિક બિલ સાથે યુરોપમાં ૧૧૦ ૦૦૦થી વધુ પબ્લિક પ્લગ-ઈન પોઈન્ટ્સ,ને એક્સેસ આપે છે.
કોઈ પણ કારમાં રોજના ઉપયોગનું માપન કરતાં ગો આઈ-પેસ એ iPhone અથવા Android,પર ખરીદદારોને તેમના જીવનમાં આઈ-પેસ કઈ રીતે અનુકૂળ છે તેની સમજ આપે છે. એપ સંભાવ્ય ખર્ચમાં બચત, બેટરી ટ્રિપ દીઠ કેટલી ઉપયોગ થશે અને ડ્રાઈવ કરવાનું એકત્રિત અંતર આવરી લેવા માટે આવશ્યક ફુલ ચાર્જીસની સંખ્યાની ગણતરી આપે છે. આ બધું જ સ્માર્ટફોન પર લોકેશન સર્વિસીસ થકી વ્યક્તિગત ઉપભોક્તાના પ્રવાસના ડેટાનું પગેરું રાખીને કરી શકાય છે.
જેગુઆર લેન્ડ રોવરના ઈ-મોબિલિટીના હેડ રોબ મેકેએ જણાવ્યું હતું કે આ ત્રણ ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને મોજૂદ અને સંભાવ્ય ગ્રાહકો આઈ-પેસ તેમના જીવનમાં કઈ રીતે અનુકૂળ છે તે અચૂક રીતે જોઈ શકે છે અને અલગ અલગ વિશિષ્ટતાઓ વાહનની રેન્જને કઈ રીતે પ્રભાવિત કરે છે તેમાં ખરા અર્થમાં અંતર્દષ્ટિ આપે છે. તેમાં યુરોપભરમાં સિંપલ- ટેરિફ ચાર્જ ઉમેરો કરે છે અને તેથી જ જેગુઆર આઈ-પેસ વસાવવાનું અને ચલાવવાનું અગાઉ ક્યારેય નહીં તેટલું આસાન છે.
જેગુઆરના ગો આઈ-પેસ દ્વારા મઢી લેવાતા ડેટામાં એવું બહાર આવ્યું છે કે યુરોપમાં ૮૫ ટકા માલિકો દરેક સાત દિવસમાં એક વાર ચાર્જની ફક્ત ૫૪ ટકાની જરૂર સાથે મહત્તમ ફક્ત બે ફુલ વાહન ચાર્જીસ સાથે તેમની સાપ્તાહિક માઈલેજને આવરી લઈ શકે છે.
ઈન્ટેલિજન્ટ સ્માર્ટફોન એપ દ્વારા લોગ્ડ ૩૫,૦૦૦થી વધુ પ્રવાસમાં એવું બહાર આવ્યું છે કે સરેરાશ ઉપભોક્તાએ સપ્તાહમાં ૩૪૭km (૨૧૬ માઈલ્સ) નોંધાવ્યા છે, જેમાં સરેરાશ પ્રવાસ માપ ૧૩ km (૮.૪ માઈલ્સ)નો હતો. ઉપરાંત જેગુઆર- માન્યતાપ્રાપ્ત ઘરમાં ગોઠવેલા AC વોલ બોક્સ (૭kW)) સાથે ડ્રાઈવર ફક્ત ૧૦ કલાકમાં શૂન્યથી ૮૦ ટકા ચાર્જ હાંસલ કરી શકે છે, જે મોટા ભાગના ઈવીના ડ્રાઈવરો દ્વારા ઉપયોગ કરાતા રાતના ચાર્જિંગ માટે આદર્શ છે. પ્લગ-ઈન કરવા પર આઈ-પેસ માલિકો સસ્તા ઊર્જા ટેરિફનો લાભ લેવા માટે તેમનું વાહન ક્યારે ચાર્જિંગ શરૂ કરે તે સમય પસંદ કરી શકે છે.
જેગુઆર લેન્ડ રોવરના ડિજિટલ ઈનોવેશન્સના જોના હેવિટે જણાવ્યું હતું કે ગો આઈ-પેસ એપ ઈવીની માલિકી ખાસ કરીને રેન્જ પર પ્રવાસનો પ્રભાવ અને તેમને કેટલી વાર પ્લગ-ઈન કરવાની જરૂર પડશે તે સમજવા માટે ડ્રાઈવરોને કઈ રીતે લાભદાયી છે તે દર્શાવે એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અમારી પાસે હમણાં સુધી ઉપલબ્ધ ડેટા જોતાં એ સ્પષ્ટ થાય છે કે આઈ-પેસ માલિકી ખર્ચ ઓછો હોવા સાથે તે અત્યંત સુવિધાજનક પણ છે.
આઈ-પેસ બેટરી- પ્રી- કંડિશનિંગ સિસ્ટમ સહિત સ્માર્ટ રેન્જ ઓપ્ટિમાઈઝિંગ ટેકનોલોજીઓ પણ ધરાવે છે, જે પ્લગ-ઈન કરવા પર આપોઆપ ડ્રાઈવ કરવા પૂર્વે રેન્જ મહત્તમ બનાવવા માટે બેટરીનું તાપમાન આપોઆપ વધારે અને ઓછું કરે છે.