ભારતમાં આધારકાર્ડ એ દરેક જગ્યાએ માન્ય હોય તેવું પ્રૂફ બની ચૂક્યુ છે. આપણી આઇડેંટીટી માટે આધાર હોય એટલે દરેક જગ્યાએ ચાલે. આધારકાર્ડમાં જો નાના મોટા બદલાવ કરવા છે, તો દરેક બદલાવ માટે જન સેવા કેન્દ્ર જવાની જરૂર નથી. તમે હવે ઓનલાઇન પણ આધારકાર્ડમાં નાના મોટા બદલાવ કરી શકશો. ઓનલાઇન કેવી રીતે આધારમાં બદલાવ થાય છે તે પણ જાણવા જેવું છે.
- UIDAI ની વેબસાઇટ uidai.gov.in પર જાવ. જે પેજ ખૂલે ત્યાં અપડેટ આધાર ડિટેઇલ્સ પર ક્લિક કરો.
- બીજા પેજ પર તમને સબમીટ યોર અપડેટ લખેલો એક ઓપ્શન મળશે. તેમા પર ક્લિક કરીને તેને સબમિટ કરો.
- જ્યારે તમે UIDAIના સેલ્ફ સર્વિસ ટૂલ પર પહોંચી જાવ એટલે આધાર નંબર અને વેરિફિકેશન કોડ નાંખી દો. ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી આવશે.
- બાદમાં તમારી પાસે માંગેલ દરેક માહિતી તેમાં ફીલ કરો.
- તમારે જે પણ અપડેટ કરવું હશે તેને હવે તમે અપડેટ કરી શકશો. ચેન્જ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરો.
- તમારી લોકલ ભાષામાં તમે ડિટેઇલ્સ ભરી શકશો. જો કોઇ પણ અપડેટ માટે ડોક્યુમેન્ટ માંગી રહ્યાં છે તો સ્કેન કરીને તેને અપલોડ કરવાના રહેશે.
જો તમારી કોઇ પણ માહિતી અપડેટ નથી થઇ રહી તો તેના માટે જન સેવા કેન્દ્ર જવું પડશે. તે સિવાય નાની નાની મહિતીને અપડેટ કરવા માટે તમે આ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો.