બેંગલુરુ: ઉત્તર કન્નડ જિલ્લાના કુમતા તાલુકામાં રામતીર્થ પર્વતોની ગોકર્ણ ગુફાઓમાં મળેલી રશિયન મહિલા નાના કુટિના ઉર્ફ મોહીના સમાચારે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસ હવે ઘણા સવાલોના જવાબ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. ૪૦વર્ષીય મહિલા બિઝનેસ વિઝા પર ૨૦૧૬માં ભારત આવી હતી. ૨૦૧૭માં તેનો વિઝા પૂર્ણ થઈ ગયો હતો. પણ તે પરત પોતાના દેશ ગઈ નહીં. એગ્ઝિટ પરમિટ મળતા તે થોડા સમય માટે નેપાળ ગઈ હતી પરંતુ હિન્દુ ધર્મ અને આધ્યત્મિક પરંપરાઓથી પ્રભાવિત થવાના કારણે તે ગોવા થઈને ગોકર્ણ સુધી પહોંચી ગઈ. નાના અને તેની બે દીકરીઓને રશિયા મોકલવાની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે.
નીના ભારત છોડવા નથી માગતી, કર્ણાટક પોલીસના પાસે ઘણા વણઉકેલ્યા સવાલ છે. જેમ કે તેણે પોતાનું લોકડાઉન કેવી રીતે પસાર કર્યું? તેની બે દીકરીઓનો જન્મ ક્યાં થયો? તેના પિતા કોણ છે? જો દીકરીઓનો જન્મ ભારતમાં થયો છે તો, કઈ હોસ્પિટલમાં થયો? પોલીસનું કહેવું છે કે, મોહી કોઈ હોસ્પિટલમાં ભરતી થઈ નથી. શું તેને કોરોનાની વેક્સિન લીધી છે? આ કેટલાક એવા સવાલ છે. જેના જવાબ હજુ સુધી મોહીએ આપ્યા નથી.
પોલીસનું કહેવું છે કે, કુટિના હજુ કંઈ જણાવવાની સ્થિતિમાં નથી. તેનું કાઉન્સલિંગ કરવામાં આવી રહ્યું છે. ચોંકવાનારી વાત તો એ છે કે, ગુફાની અંદર ખાવા પીવાના સામાનનો ભંડર પોલીસને મળ્યો છે. કુટિના છોકરી સાથે રસોઈ પણ બનાવતી હતી. સવારની શરૂઆત યોગથી કરતી હતી. મંત્રોનું ઉચ્ચારણ ડ્રોઈંગ અને ગીત ભજન તેની દિનચર્ચાનો ભાગ હતા.
કુટિનાના બાળકોએ ભારતમાં જ જન્મ લીધો છે, પરંતુ તેને ભારતની નાગરિકા મળી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, કાયદા અનુસાર ૪ ડિસેમ્બર ૨૦૨૪ પછી ભારતમાં જન્મેલા કોઈપણ બાળકને નાગરિકતા મળે છે પણ કુટિનાનો કેસ થોડો અલગ છે. તેનો વિઝા ૨૦૧૭માં જ પૂરો થઈ ગયો હતો. જ્યારે તેની દીકરીઓનો અહીં જન્મ થયો ત્યારે તે ગેરકાયદે ભારતમાં રહેતી હતી. એટલા માટે તેને નાગરિકતા મળશે નહીં.