હાઉસીંગ બોર્ડ અને સ્લમ સેલના ૧ લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત હાઉસિંગ બોર્ડના અને સ્લમ સેલના ૧ લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે માટે મહત્વપૂર્ણ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાન આવાસના બિલ્ટ અપ એરિયા સિવાયના રહેણાંક પ્રકારના અનઅધિકૃત બાંધકામને શરતોને આધિન ખુલ્લા પ્લોટની જંત્રીના ભાવે તેમજ વાણિજય પ્રકારના અનઅધિકૃત બાંધકામને ખુલ્લા પ્લોટની જંત્રીના બે ગણા (ડબલ) ભાવે વપરાશ ફી લઇને મૂળ બાંધકામનો દસ્તાવેજ કરી અપાશે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ તેમજ સ્લમ સેલના મળીને કુલ ૧,૦૦,ર૬૭થી વધુ કુટુંબોને માલિકી હક્ક પ્રાપ્ત થશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ર૦૧૪થી પડતર રહેલા આ પ્રશ્ને મુખ્યમંત્રીએ સમાજના બહોળા હિતમાં કરેલા આ નિર્ણયને પરિણામે ગુજરાત હાઉસિંગ બોર્ડની આવકમાં વૃદ્ધિ થતા નવા આયોજનોને વેગ મળતો થશે.

Share This Article