ડિઝની+ હોટસ્ટાર આજ સુધીની સૌથી વધુ સબ્સ્ક્રાઈબ કરાયેલી સિરીઝ ઠુકરા કે મેરા પ્યારે દેશભરના દર્શકો સાથે ઊંડાણથી જોડાણ સાધીને તેની નોંધપાત્ર સફળતા ચાલુ રાખી છે. રોચક વાર્તા અને ભાવનાત્મક અભિનય સાથે સિરીઝ સાંસ્કૃતિક જલસો બની ચૂકી છે.
તાજેતરમાં ખ્યાતિપ્રાપ્ત ગાયક, અભિનેતા અને રાજકારણી મનોજ તિવારીએ શો માટે તેમની સરાહના વ્યક્ત કરી. દર્શકો સાથે જોડાણ સાધવાની તેની ક્ષમતાનાં વખાણ કર્યાં.
મનોજ તિવારી કહે છે, “તાજેતરમાં મેં આ ભાવનાત્મક સિરીઝ જોઈ અને ત્યારથી મારું મન ભારે થઈ ગયું છે. આ સંબંધનો ડ્રામા અત્યંત શક્તિશાળી ભાવનાત્મક સવારી છે. શન્વિકા ચૌહાણનો પરિવાર, પ્રેમમાં હૃદયભંગ, બધું જ અદભુત છે. પ્રેમ અને તેનો દર્દનાક પ્રવાસ- આ સિવાય વધુ કહી શકાય એમ નથી. તમારે પોતે જ તે જોવું જોઈએ. ઠુકરા કે મેરા પ્યાર બધાએ જોવા જેવી છે. આ મારી ભલામણ નથી, પરંતુ શો ખરેખર તમારા મનને સ્પર્શીને રહેશે.’’
ઠુકરા કે મેરા પ્યારે વિક્રમ તોડવાનું અને મન જીતવાનું ચાલુ રાખ્યું છે. દર્શકો પર તેનો પ્રભાવ ચાલુ જ છે. શોની પ્રેમ અને હૃદયભંગની કાચી ભાવનાઓ મઢી લેવાની ક્ષમતાએ દેશભરના દર્શકો માટે તેને અવશ્ય જોવા જેવો શો બનાવી દીધો છે.