હોસ્પિટલો જ બિમાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સરકારી હોસ્પિટલોની હાલતને લઇને વારંવાર પ્રશ્નો ઉપસ્થિત થતા રહે છે. સરકારી હોસ્પિટલોની સ્થિતીને સુધારવા અને સુવિધાને વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ હોવા છતાં સામાન્ય લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વધારે ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. સામાન્ય લોકો પણ વધારે પૈસા ખર્ચ કરવા માટે તૈયાર હોવા છતાં સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે ઇચ્છુક હોતા નથી. આવી સ્થિતીમાં તેમની વિચારધારાને બદલી નાંખવા માટે દેશના તમામ રાજ્યોમાં સરકારી હોસ્પિટલોની સ્થિતી તરફ સંબંધિત વિભાગો વધારે ધ્યાન આપે તે જરૂરી છે. હાલ મોટા ભાગના રાજ્યોમાં મોટી સરકારી હોસ્પિટલમાં હાલત ખુબ ખરાબ રહેલી છે. પુરતી સુવિધા હોસ્પિટલમાં કોઇ રીતે દેખાતી નથી.

સાથે સાથે જરૂરી તબીબી સાધનો પણ હોસ્પિટલમાં નથી. આવી સ્થિતીમાં ગંભીર બિમારી સાથે આવતા દર્દી સરકારી હોસ્પિટલમાં દમ તોડી રહ્યા છે. સંબંધિત વિભાગોની બેદરકારી ચારેબાજુ જોવા મળે છે.  કાનપુરમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલ પોતે જ હાલમાં બિમારની હાલતમાં છે. તેની ચર્ચા હાલમાં સૌથી વધારે રહી છે. કારણ કે અહીં તમામ જરૂરી સાધનો અને સુવિધાનો અભાવ છે. દર્દીઓની હાલત વધુને વધુ ખરાબ થઇ રહી છે. હોસ્પિટમાં એસી કામ કરતા નથી. સાથે સાથે ઓપરેશન માટે જરૂરી સાધનો પણ નથી. જો કે તબીબો કહે છે કે તમામ બાબતો પુરતી  છે અને કોઇ તકલીફ નથી. સંબંધિત હોસ્પિટલના અધિકારીઓની લાપરવાહી દેખાઇ આવે છે. સંબંધિત સરકારી પ્રધાનો પણ ઉદાસીનતા દર્શાવે છે. તબીબોનમે કોઇ પડી નથી. આ પ્રકારની સ્થિતી દેશની કોઇ એક હોસ્પિટલમાં નહીં બલ્કે દેશના અન્ય ભાગોમાં કેટલીક સરકારી હોસ્પિટલમાં પણ આવી જ સ્થિતી રહેલી છે. શરમજનક સ્થિતી હોવા છતાં આ દિશામાં ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. જ્યારે હોબાળો થાય છે અને કેટલાક દર્દીઓના મોત થઇ જાય છે ત્યારે સમિતીની રચના કરી દેવામાં આવે છે. વળતરની ચુકવણી કરી દેવામાં આવે છે પરંતુ મુળ તકલીફનો નિકાલ કરવામાં આવતો નથી. હવે કાનપુરની હોસ્પિટલની બાબત સપાટી પર આવ્યા બાદ હોબાળો મચેલો છે.

પરંતુ દેશની અનેક હોસ્પિટલમાં આવી જ સ્થિતી રહેલી છે. દર્દીઓને રામ ભરોસે મુકી દેવામાં આવ્યા છે. તબીબો પણ ભારે બેદરકારી દાખવી રહ્યા છે. સૌથી વધારે નુકસાન સરકારી હોસ્પિટલમાં પૈસાના અભાવે સારવાર માટે પહોંચતા ગરીબ દર્દીઓને અને તેમના સગા સંબંધીઓને થાય છે. એકબાજુ સારવાર પુરતી નહીં મળવાના કારણે દર્દીઓના મોત પણ થઇ જાય છે, બીજી બાજુ સગા સંબંધીને દર્દીના કારણે વ્યાપક હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ પ્રકારની સ્થિતી મોટા ભાગે સરકારી હોસ્પિટલમાં હોવાથી સામાન્ય લોકો પણ ખાનગી હોસ્પિટલમાં જ સારવાર લેવાનુ પસંદ કરે છે. કેટલીક હોસ્પિટલમાં લાફ સપોર્ટ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. કેટલીક હોસ્પિટલમાં એસી પ્લાન્ટ ફેલ થઇ જાય છે જેથી તાપમાનમાં વધારો થઇ જાય છે. કેટલાક હાસ્યાસ્પદ પ્રશ્નો પણ સપાટી પર આવી રહ્યા છે.

Share This Article