છત્તીસગઢમાં ભીષણ અકસ્માત : રાયપુર-બાલોદાબાજાર હાઈવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 13 લોકોના મોત

Rudra
By Rudra 1 Min Read

રાયપુર : છત્તીસગઢમાં ગઈ કાલે મોદી રાત્રે એક ભયંકર માર્ગ અકમાત સર્જાયો હતો, રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ ગઇ હતી જેમાં 13 થી વધુ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ માર્ગ અકસ્માતમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં 9 મહિલા, 2 બાળકી અને એક કિશોર તથા એક 6 મહિનાનો નવજાતનો સમાવેશ થાય છે. ટ્રેલરમાં જતા લોકો નવજાત શિશુના છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતકો છત્તીસગઢના ચટૌદ ગામના વતની પુનીત સાહૂના સંબંધીઓ હતા.

Share This Article