ગુરુગ્રામ : હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) દ્વારા આજે નવી OBD2B કોમ્પ્લાયન્ટ SP160 લોન્ચ કરવામાં આવી. આધુનિક રાઈડર માટે બનાવવામાં આવેલી અપડેટેડ SP160 રાઈડિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે ઉત્તમ પરફોર્મન્સ અને હાય-ટેક ફીચર્સ સાથે બોલ્ડ નવી ડિઝાઈન ઓફર કરે છે. નવી 2025 હોંડા SP160ની કિંમત Rs. 1,21,951થી શરૂ થાય છે, એક્સ- શોરૂમ દિલ્હી.
અપડેટેડ SP160 રજૂ કરતાં હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ત્સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, “અમને અપડેટેડ નવી SP160 લોન્ચ કરવાની ઘોષણા કરવામાં બેહદ ખુશી થાય છે. તેના લોન્ચના એક વર્ષમાં SP160 ગ્રાહકોમાં અત્યંત લોકપ્રિય બની છે. હવે OBD2B-કોમ્પ્લાયન્ટ એન્જિન અને હોંડા રોડસિન્ક એપ થકી બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે TFT ડિસ્પ્લે જેવા આધુનિક ફીચર્સ ઉમેરાતાં SP160 અમારા ગ્રાહકોનો રાઈડિંગ અનુભવ વધુ બહેતર બનાવવા માટે સુસજ્જ છે.”
આ લોન્ચ વિશે બોલતાં હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યોગેશ માથુરે જણાવ્યું હતું કે, “SP160 જીવનમાં બોલ્ડ બનવા માગતા મહત્ત્વાકાંક્ષી યુવા રાઈડિંગ શોખીનો દ્વારા પ્રેરિત છે. આધુનિક ડિઝાઈન, ફીચરથી સમૃદ્ધ ટેકનોલોજી અને આકર્ષક મૂલ્ય સાથે નવી SP160 સ્ટાઈલ અને ફંકશનાલિટી પણ જોતા યુવા, ટેક-સાવી ગ્રાહકોને પહોંચી વળશે. અમે માનીએ છીએ કે અપડેટેડ SP160નું લોન્ચ 160cc પ્રીમિયમ કમ્યુટર સેગમેન્ટમાં નવાં સીમાચિહનો સ્થાપિત કરશે.”
નવી SP160: હાય-ટેક ફીચર્સ
સ્પોર્ટિનેસ અને પ્રેક્ટિકાલિટીના સંમિશ્રણ સાથે સૂઝબૂઝપૂર્વક તૈયાર કરવામાં આવેલી અપડેટેડ SP160માં આકર્ષક નવા LED હેડલેમ્પ છે. અનોખા તરી આવતા ડિઝાઈન તત્ત્વોમાં સ્પોર્ટી શ્રાઉડ્સ સાથે મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક, એરોડાયનેમિક અંડરકાઉલ, ક્રોમ કવર સાથે બોલ્ડ મફલર અને LED ટેઈલલેમ્પનો સમાવેશ થાય છે. છે. તે બે વેરિયન્ટ્સ સિંગલ ડિસ્ક અને ડબલ ડિસ્કમાં ચાર રંગ વિકલ્પ રેડિયન્ટ રેડ મેટાલિક, પર્લ ઈગ્નિયસ બ્લેક, પર્લ ડીપ ગ્રાઉન્ડ ગ્રે અને એથ્લેટિક બ્લુ મેટાલિકમાં ઉપલબ્ધ છે.
નવી SP160માં હવે બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે 4.2-ઈંચ TFT ડિસ્પ્લે છે અને હોંડા રોડસિન્ક એપ કોમ્પેબિલિટી છે, જે અસલ સમયમાં ટર્ન-બાય-ટર્ન નેવિકેશન, કોલ અને એસએમએસ એલર્ટસ, મ્યુઝિક પ્લેબે અને મુખ્ય માહિતીને આસાન પહોંચ પૂરી પાડે છે, જેથી દરેક રાઈડ રાઈડર માટે સુવિધાજનક બની રપહે છે. ઉપરાંત સ્માર્ટફોન હાલતાચાલતા ચાર્જ કરવા માટે તેમાં USB ટાઈપ-C ચાર્જિંગ પોર્ટ પણ છે.
SP160ને 162.71cc, સિંગલ- સિલિંડર, ફ્યુઅલ ઈન્જેક્ટેડ એન્જિનની શક્તિ છે, જે હવે આગામી સરકારી નિયમનને પહોંચી વળવા માટે OBD2B કોમ્પ્લાયન્ટ છે. આ મોટર 7500 RPMએ 9.7 kW પાવર અને 5250 RPMએ 14.8 Nm પીક ટોર્ક પેદા કરે છે અને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.