ભારતની અગ્રણી પ્રીમિયમ કાર ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડે જાહેરાત કરી છે કે તેની પ્રીમિયમ સ્પોર્ટી લાઇફસ્ટાઇલ વ્હિકલ હોન્ડા ડબ્લ્યુઆર-વએ તેના ભારતમાં રજૂઆત થયાના એક વર્ષમાં ૫૦,૦૦૦ના વેચાણ આંકડાને પ્રાપ્ત કર્યો છે. માર્ચ ૨૦૧૭માં રજૂ થયેલી આ કાર છેલ્લા ૧૨ મહીનામાં એચસીઆઇએલના કુલ વેચાણમાં ૨૮ ટકા હિસ્સો ધરાવે છે.
હોન્ડા ડબ્લ્યુઆર-વિની સફળતા વિશે જણાવતા હોન્ડા કાર્સ ઇંડિયા લિમીટેડના પ્રેસિડેન્ડ અને સીઈઓ યૌચીરો યુએનોએ જણાવ્યું કે આ અમારા માટે ખૂબ જ ગર્વની પળ છે. હોન્ડા ડબ્લ્યુઆર-વિની ભારતીય બજારમાં ૫૦,૦૦૦ યુનિટનું વેચાણ તેની મજબૂત ઉપસ્થિતિને માન્યતા આપે છે. તેના વેચાણ સાથે ડબ્લ્યુઆર-વિ સમગ્ર માર્કેટમાં લેકપ્રિયતા મેળવી રહી છે.
હોન્ડા ડબ્લ્યુઆર-વિના વેચાણના પ્રથમ વર્ષ માટેના વલણોઃ
હોન્ડા ડબ્લ્યુઆર-વિનો પ્રથમ પરિચય ભારતમાં કરવામાં આવ્યો હતો, જેની ભારતમાં રજૂઆત માર્ચ -૨૦૧૭માં કરવામાં આવી હતી. આ એક વર્ષમાં ભારતમાં ૫૦,૦૦૦ એકમનું વેચાણ થયું છે, જે એચસીઆઇએલના ૨૦૧૭-૧૮ના આંકડામાં ૨૮ ટકા ધરાવે છે. ડબ્લ્યુઆર-વિના વેચાણમાં ૪૨ ટકા પેટ્રોલ અને ૫૮ ટકા ડીઝલ કાર્સનો સમાવેશ થાય છે. ઝોન પ્રમાણે જોઇએ તો તે ઉત્તરમાં ૩૦ ટકા, પશ્ચિમમાં ૨૮ ટકા, પૂર્વ ૧૫ ટકા અને દક્ષિણમાં ૨૭ ટકા વેચાણ ફાળો ધરાવે છે. બજાર પ્રમાણે જોઇએ તો ડબ્લ્યુઆર-વિ ટીયર-૧, ૨ અને ૩ માં અનુક્રમે ૩૮ ટકા, ૩૦ ટકા અને ૩૨ ટકા વેચાણ ફાળો ધરાવે છે.