અમદાવાદ : પરિવહન સેવાઓમાં સુવિધા લાવવા અને પર્યાવરણનાં સંરક્ષણને પ્રોત્સાહન આપવા હોન્ડા ટુ વ્હીલર્સ ઇન્ડિયાએ ગુજરાતમાં નવી રોલ-ઓન, રોલ-ઓફ (રો-રો) સર્વિસનો લાભ લેવાનું શરૂ કર્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે હોન્ડા પરિવહનનાં માધ્યમ તરીકે ઇનલેન્ડ વોટરવેઝને પ્રોત્સાહન આપવા આ સર્વિસનો ઉપયોગ કરનાર ઉદ્યોગમાં પ્રથમ ટુ વ્હીલર ઉત્પાદક છે. પરિણામે જમીન પર ભાર વાહનો દ્વારા થતું કાર્બનનું ઉત્સર્જન ઘટશે. આ સેવાનાં લાભ સાથે હોન્ડા ટુ વ્હીલર્સ ઇન્ડિયાએ કર્ણાટકમાં નરસાપુર પ્લાન્ટમાંથી રોડ મારફતે ગુજરાતમાં દહેજ સુધી પ્રથમ શિપમેન્ટ મોકલી હતી, જ્યાં આ શિપમેન્ટને રો-રો જહાજમાં મૂકીને સૌરાષ્ટ્રમાં ઘોઘા સુધી મોકલવામાં આવી હતી.
આ શિપમેન્ટ ગુજરાતનાં ભાવનગરમાં હોન્ડા ડિલરશિપને મળી હતી. રો-રો ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી નરસાપુર પ્લાન્ટથી સૌરાષ્ટ્ર સુધીનાં પ્રવાસમાં એક દિવસનો સમય ઘટશે અને અંતરમાં ૨૦૦ કિમીનો ઘટાડો થશે. પર્યાવરણનાં સંરક્ષણમાં પ્રદાન કરવા આ સર્વિસથી દરેક ટ્રિપદીઠ આશરે ૧૫૦ કિલોગ્રામ કાર્બનનું ઉત્સર્જન પણ ઘટશે. ગુજરાતનાં સૌરાષ્ટ્ર રિજનમાં સતત વધતી માગને પૂર્ણ કરવા હોન્ડા ટુ વ્હીલર્સની પહોંચને વધારવાનાં ઉદ્દેશ સાથે આ ફેરી સર્વિસ ઝડપ સાથે રિજનમાં કંપનીનાં વિતરણની સંભવિતતાનો વધુ ઉપયોગ કરશે.
આ ડેવલપમેન્ટ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, દેશનાં તમામ વિસ્તારોમાં ઉત્પાદન ક્ષેત્રને મેક ઇન ઇન્ડિયા સાથે પ્રોત્સાહન મળવાથી આ માળખાગત વિકાસ પરિવહન ક્ષેત્રમાં નવા પ્રકરણની શરૂઆત કરશે. જળમાર્ગોની સંપૂર્ણ સંભવિતતાનો ઉપયોગ કરવા હોન્ડાનો ઉદ્દેશ પરંપરાગત પરિવારને કારણે થતું કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાનો છે. આ સર્વિસ લોજિસ્ટિક ખર્ચને તાર્કિક બનાવવાની સાથે ઝડપી પરિવહન સુનિશ્ચિત કરશે અને દક્ષિણમાંથી આવતી ચીજવસ્તુઓ માટે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વ્યાવસાયિક તકોને પ્રોત્સાહન આપશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્કૂટરની સૌથી મોટી ફેક્ટરી ગુજરાતમાં હોન્ડા ૨વ્હીલર્સ ઇન્ડિયાએ અમદાવાદ નજીક પશ્ચિમ ગુજરાતમાં વિઠલાપુર વિસ્તારમાં ચોથો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. અત્યારે આ પ્લાન્ટમાં વર્ષે ૧.૨ મિલિયન યુનિટનું ઉત્પાદન થાય છે. તાજેતરમાં કંપનીએ હાલનાં પ્લાન્ટની સાઇટની અંદર નવી પ્રોડક્શન લાઇન ઊભી કરવાની જાહેરાત પણ કરી છે. નવી પ્રોડક્શન લાઇનથી ૦.૬ મિલિયન યુનિટનું ઉત્પાદન વધશે અને વર્ષ ૨૦૨૦ સુધીમાં વર્ષે ૧.૮ મિલિયન યુનિટ સ્કૂટરનાં ઉત્પાદનની ક્ષમતા ધરાવતી એકમાત્ર ફેક્ટરી બનશે.