ભારતમાં પ્રવાસી કાર્સની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા બહેતર સ્ટાઈલ, સમૃદ્ધ ઈન્ટીરિયર્સ અને વધારાની સુરક્ષાની વિશિષ્ટતાઓ સાથે નવી હોન્ડા જાઝ ૨૦૧૮ લોન્ચ કરવામાં આવી છે.
નવી જાઝ હવે પેટ્રોલ-વી અને વીએક્સમાં ૨ ગ્રેડ્સમાં અને ડીઝલ- એસ, વી અને વીએક્સમાં ૩ ગ્રેડ્સમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં હવે ઉપલબ્ધ છે. ઓટોમેટિક્સ માટે ઉચ્ચ સ્વીકાર અને માગણીના બજારના પ્રવાહોને પ્રતિસાદ આપતાં નવી હોન્ડા જાઝ હવે પેટ્રોલમાં વી અને વીએક્સ ગ્રેડ્સમાં આધુનિક સીવીટી ટેકનોલોજી સાથે મળશે. નવી જાઝની કલર લાઈન-અપમાં હવે તાજગીપૂર્ણ અને નવું મોડેલ પણ છે, જેમાં ૫ એક્સટીરિયર રંગોની પસંદગી સાથે પ્રીમિયમ બીજ કલર્સ- રેડિયન્ટ રેડ મેટાલિક (નવું), લુનાર સિલ્વર મેટાલિક (નવું), મોડર્ન સ્ટીલ મેટાલિક, ગોલ્ડન બ્રાઉન મેટાલિક અને વ્હાઈટ ઓર્ચિડ પર્લનો સમાવેશ થાય છે.
જાઝ ૨૦૧૮ની રજૂઆત પર બોલતાં હોન્ડા કાર્સ ઈન્ડિયા લિ.ના સેલ્સ અને માર્કેટિંગના સિ. વાઈસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર રાજેશ ગોયલે જણાવ્યું હતું કે બહેતર વિશિષ્ટતાઓ સાથે નવી હોન્ડા જાઝ ૨૦૧૮ રજૂ કરવાની અમને બેહદ ખુશી છે. નવી જાઝ આકર્ષક મૂલ્ય આપે છે અને દેખીતી રીતે જ પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં નવો રોમાંચ નિર્માણ કરે છે. ઓટોમેટિક્સની તરફેણમાં બદલાતી ગ્રાહકની અગ્રતાઓને ધ્યાનમાં લેતાં જાઝ ૨૦૧૮માં હવે સંપૂર્ણ આરામદાયક અને સહભાગી ડ્રાઈવ માટે ઓટોમેટિક ટ્રાન્સમિશન કાર્સ અપનાવતા ગ્રાહકોની મોટી સંખ્યાને પહોંચી વળવા માટે પેટ્રોલ શ્રેણીમાં આધુનિક સીવીટી ટેકનોલોજી સાથે ઓફર કરવામાં આવે છે.
શ્રેષ્ઠ એક્સટીરિયર સ્ટાઈલિંગ તત્ત્વો (નવા):
- સિગ્નેચર રિયર એલઈડી વિંગ લાઈટ
- ક્રોમ ડોર હેન્ડલ્સ
- ૨ નવા એક્સટીરિયર રંગો
ઉત્તમ ઈન્ટીરિયર્સ (નવું):
- ૧૭.૭ સેમી આધુનિક ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ, જે ઓડિયો, વિડિયો અને નેવિગેશન સિસ્ટમ સાથે આવે છે, જેમાં બ્લુ ટૂથ ઓડિયો સાથે ડિજિપેડ ૨.૦, એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો અને રિયર કેમેરા ડિસ્પ્લે છે.
- સફેદ અને લાલ ઈલ્યુમિનેશન સાથે વન પુશ સ્ટાર્ટ / સ્ટોપ બટન.*
- હોન્ડા સ્માર્ટ કી સિસ્ટમ (ટચ સેન્સ આધારિત) કીલેસ રિમોટ સાથે*
- ક્રુઝ કંટ્રોલ*
- ફ્રન્ટ સેન્ટર આર્મરેસ્ટ
- સેન્ટ્રલ લોક હેન્ડ સ્વિચ
- ડ્રાઈવ સાઈડ વેનિટી મિરર
- સુધારિત એનવી પરફોર્મન્સ
*સીવીટી અને ડીઝલ પ્રકારમાં ઉપલબ્ધ
બહેતર સુરક્ષા (નવી):
- રિયર પાર્કિંગ સેન્સર્સ
- સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક
નવી જાઝ ૨૦૧૮ની સંપૂર્ણ લાઈન-અપ માટે એક્સ- શોરૂમ દિલ્હીની કિંમતો નીચે મુજબ છેઃ
પેટ્રોલ
V MT Rs. 7,35,000
VX MT Rs. 779,000
VCVT Rs. 855,000
VX CVT Rs. 8,99,000
ડીઝલ
S MT Rs. 805,000
V MT Rs. 885,000
VX MT Rs. 929,000