અમદાવાદઃ પ્રીમિયમ કાર્સની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા આજે ભારતીય બજારમાં બહુપ્રતિક્ષિત સંપૂર્ણ નવી બીજી પેઢીની હોન્ડા અમેઝ રજૂ કરવામાં આવી હતી. નવા મંચ પર નિર્મિત બીજી પેઢીની અમેઝ ગ્રાહકોને ખુશી આપવા માટે સંશોધન અને વિકાસમાં નાવીન્યતાના હોન્ડાના જોશને સમાવે છે. કાર તેની સંપૂર્ણ નવી બોલ્ડ ડિઝાઈન, આધુનિક અને મોકળાશભર્યું ઈન્ટીરિયર, વધુ કાર્યક્ષમ પાવરટ્રેન, અનન્ય ડ્રાઈવિંગ ગતિશીલતા, આધુનિક ફીચર્સ અને સુરક્ષાની ટેકનોલોજીઓ સાથે પ્રીમિયમ અનુભવ કરતાં એક ક્લાસ ઉપર લઈ જાય છે.
સંપૂર્ણ નવી અમેઝમાં ભારતીય બજારમાં ઉદ્યોગની સૌપ્રથમ ડીઝલ સીવીટી ટેકનોલોજી છે, જે શક્તિશાળી અને આસાન ડ્રાઈવિંગ અનુભવ આપે છે. આ આધુનિક સીવીટી સાથે હોન્ડાનું પ્રથમ ડીઝલ એન્જિન છે અને ભારત આ ટેકનોલોજી લોન્ચ કરનાર પ્રથમ બજાર બની રહેશે.
આ અવસરે બોલતાં હોન્ડા કાર્સ ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના એસવીપી અને ડાયરેક્ટર રાજેશ ગોયલે જણાવ્યું હતું કે સંપૂર્ણ નવી અમેઝ ભારતીય ગ્રાહકોની જરૂરતો અને આકાંક્ષાઓને નજર સમક્ષ રાખીને વિકસાવવામાં આવી છે. આ હોન્ડાનું મોટું વચન છે અને અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ નવી અમેઝ એચસીઆઈએલના વેપારનો મજબૂત પાયામાંથી એક બની રહેશે. આ મોડેલ સેગમેન્ટમાં નવો રોમાંચ નિર્માણ કરશે અને અમને બજારોમાં અમારા વેપારનું વિસ્તરણ કરવાની તક આપશે.
ભારતીય ગ્રાહકોને આધુનિક ટેકનોલોજીઓ આપવાની અમારી કટિબદ્ધતાની રેખામાં અમેઝ આધુનિક ડીઝલ સીવીટી સાથે આવે છે, જે દુનિયામાં હોન્ડાની પ્રથમ આવી ટેકનોલોજી છે અને ભારતીય બજારમાં ઉદ્યોગમાં પ્રથમ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સંપૂર્ણ નવી બીજી પેઢીની હોન્ડા અમેઝ હોન્ડા આર એન્ડ ડી એશિયા પેસિફિક કં. લિ. ખાતે ભારતીય ગ્રાહકોની જરૂરતો અને આકાંક્ષાઓને પાર જવાના લક્ષ્ય સાથે વ્યાપક બજાર સર્વેક્ષણોને આધારે વિકસાવવામાં આવી છે. ભારત વૈશ્વિક સ્તરે હોન્ડા માટે મુખ્ય બજાર છે. સંપૂર્ણ નવી અમેઝનું લોન્ચ કરનાર આ પ્રથમ દેશ છે.
મોડેલ તેની સ્લીક મજબૂત ડિઝાઈન, 4 મીટરમાં અદભુત કેબિન અને કાર્ગોની જગ્યા અને આરામદાયક સવારી સાથે અનન્ય ડ્રાઈવિંગ કામગીરી દ્વારા આલેખિત અમેઝિંગ કોમ્પેક્ટ લિમોઝિનની ભવ્ય સંકલ્પના હેઠળ વિકસાવવામાં આવ્યું છે.
એક્સટીરિયર:
સંપૂર્ણ નવી અમેઝમાં પ્રીમિયમ અને સંવેદનશીલ ડિઝાઈન છે. ડોન્ટલેસ સોલિડની તેની બહારી સંકલ્પના અનુસાર આક્રમક લાંબું નાક આસાનીથી સ્લીક અને મોકળાશભરી કેબિનમાં અખંડ બનીને પ્રીમિયમ સેડાન સ્વરૂપ વ્યક્ત કરે છે.
ઈન્ટીરિયર:
અમેઝનાં ઈન્ટીરિયર્સ તેની કક્ષી પાર કમ્ફર્ટ હાંસલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યાં છે. બીજી પેઢીની અમેઝ ખાસ કરીને પાછળની સીટ માટે અગાઉના મોડોલની ઉચ્ચ મોકળાશભરી કેબિનને પણ પાર કરે છે, જેને લીધે વધુ આરામદાયક સવારી અને પ્રીમિયમ અહેસાસ આપે છે. કાર ભારતીય ગ્રાહકોને કમ્ફર્ટ, સુવિધા અને મનોરંજન માટે ઘણાં બધાં ઈક્વિપમેન્ટ ઓફર કરે છે.
પાવરટ્રેન:
સંપૂર્ણ નવી અમેઝ કામગીરી અને ઈંધણ કાર્યક્ષમતાનું ઉત્તમ સંતુલન હાંસલ કરવા માટે હોન્ડાની ઉત્તમ પાવરટ્રેન્સ અપનાવે છે.
એન્જિન | ટ્રાન્સમિશન | પાવર | ટોર્ક | ઈંધણ કાર્યક્ષમતા |
1.2L i-VTEC (પેટ્રોલ) | 5MT | 90PS@6000 rpm | 110 Nm @ 4800 rpm | MT – 19.5 kmpl |
CVT | CVT – 19.0 kmpl | |||
1.5L i-DTEC (ડીઝલ) | 5MT | 100PS@3600 rpm | 200 Nm @1750rpm | MT – 27.4 kmpl |
CVT(નવી રજૂઆત) | 80PS@3600 rpm | 160 Nm@1750rpm | CVT – 23.8 kmpl |
હોન્ડાએ પહેલી વાર ડીઝલ એન્જિન સાથે સીવીટીનો ઉપયોગ કર્યો છે. સીવીટી ડીઝલ એન્જિનના વ્યાપક ટોર્ક બેન્ડ સાથે ઉચ્ચ અભિમુખ હોઈ મોજમસ્તીભરી અને રમતિયાળ ડ્રાઈવિંગ આપે છે. તે ઉત્તમ, સહજ અને વધુ લાઈનિયર એક્સિલરેશન અને ઉત્તમ શિફ્ટ કંટ્રોલ પણ પ્રદાન કરે છે.
પેકેજ:
સંપૂર્ણ નવી હોન્ડા અમેઝ કક્ષાની ઉપર પ્રવાસી જગ્યા આપવા માટે લાંબી અને વ્યાપક છે. તે 3999 મીમી (તેની પુરોગામી કરતાં 5 મીમી લાંબું) અને વિડ્થમાં 1695 (15 મીમી પહોળું) માપન ધરાવે છે. તેનું 2470 મીમી વ્હીલબેઝ (તેની પુરોગામી કરતાં 65 મીમી વધુ) સાથે જગ્યાનો વધુ કાર્યક્ષમ ઉપયોગ ડ્રાઈવર અને પ્રવાસી માટે કરવામાં આવ્યો છે, જેથી કેબિનનું ઈન્ટીરિયર મોકળાશભર્યું લાગે છે. અમેઝમાં 420 લિ.ની સેગમેન્ટમાં ઉત્તમ ટ્રંક ક્ષમતા છે, જે પુરોગામી મોડેલ કરતાં 20 લિ. વધુ છે.
સંપૂર્ણ નવી અમેઝની મુખ્ય રૂપરેખા:
લંબાઈ | પહોળાઈ | ઊંચાઈ | વ્હીલબેઝ | ગ્રાઉન્ડ ક્લિયરન્સ | બૂટ સ્પેસ |
3995 mm | 1695 mm | 1501 mm | 2470 mm | 170 mm* | 420 L |
*ઉલ્લેખિત લઘુતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અનલોડેડ સ્થિતિમાં છે.
ચેસિસ:
સંપૂર્ણ નવી અમેઝ અનન્ય સ્થિરતા અને સવારીનો કમ્ફર્ટ આપે છે, જે વિસ્તારિત વ્હીલબેઝ, નવી સ્ટીયરિંગ સિસ્ટમ અને આધુનિક સસ્પેન્શન સિસ્ટમ સાથે હાંસલ કરી શકાય છે.
સુરક્ષા:
સંપૂર્ણ નવી અમેઝ હોન્ડાની એક્ટિવ અને પેસિવ સુરક્ષાની ટેકનોલોજીઓ વ્યાપક શ્રેણી સાથે આવે છે, જે બધા પ્રકારમાં સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટ તરીકે ઓફર કરવામાં આવે છે.
ગ્રેડ અને કલર:
સંપૂર્ણ નવી બીજી પેઢીની હોન્ડા અમેઝ પેટ્રોલ અને ડીઝલ પ્રકારમાં 4 ગ્રેડ્સમાં મળશે- મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે E, S, V અને VX. ઉપરાંત મોડેલ S અને V પ્રકારમાં CVTમાં પણ મળશે, જે બંનેમાં ઈંધણ વિકલ્પો છે.
અમેઝ 5 એક્સટીરિયર કલર્સની પસંદગીમાં મળશે- રેડિયન્ટ રેડ મેટાલિક (નવી રજૂઆત), લુનાર સિલ્વર મેટાલિક, મોડર્ન સ્ટીલ મેટાલિક, ગોલ્ડન બ્રાઉન મેટાલિક અને વ્હાઈટ ઓર્ચિડ પર્લ.
સેલ્સ, સર્વિસ અને વોરન્ટી:
બધી નવી હોન્ડા અમેઝની ડિલિવરી એચસીઆઈએલ ડીલર નેટવર્કમાંથી દેશભરનાં 241 શહેરમા 353 એકમમાંથી તાત્કાલિક શરૂ થશે. સંપૂર્ણ નવી હોન્ડા અમેઝ કક્ષામાં ઉત્તમ વોરન્ટી અને જાળવણીના ઓછા ખર્ચ સાથે મનની સંપૂર્ણ શાંતિ આપે છે.
સમગ્ર ભારતમાં એક્સ-શોરૂમ કિંમત:
PETROL |
DIESEL |
||
E MT | 5,59,900 | E MT | 6,69,900 |
S MT | 6,49,900 | S MT | 7,59,900 |
V MT | 7,09,900 | V MT | 8,19,900 |
VX MT | 7,57,900 | VX MT | 8,67,900 |
S CVT | 7,39,900 | S CVT | 8,39,900 |
V CVT | 7,99,900 | V CVT | 8,99,900 |