ભારતમાં અગ્રણી કારની ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા (HCIL)એ પોતાના ગ્રાહકોને સરળ, પોષણક્ષમ અને આકર્ષક નાણાંકીય સ્કીમ્સ પૂરી પાડવા માટે ઇન્ડિયન બેન્ક સાથે જોડાણ કર્યુ છે. આ ભાગીદારી સરળ લોન ડીસ્બર્સમેન્ટ, વ્યાજબી વ્યાજ દરો, ખાસ ઓફર્સ, અનુકૂળ નીતિઓ અને સરળ પ્રક્રિયા ઓફર કરીને હોન્ડાની પ્રોડક્ટની ખરીદીને વધુ સરળ બનાવશે
ગ્રાહકો ઇન્ડિયન બેન્કની દેશભરમાં 5700થી વધુ શાખાઓમાં અને HCILના ડીલર નેટવર્કમાં ધિરાણ લાભો મેળવી શકે છે.
આ જોડાણ અંગે વિગતો આપતા હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડના માર્કેટિંગ અને સેલ્સના વાઇસ પ્રેસિડન્ટ શ્રી કૃણાલ બેહલએ જણાવ્યું હતું કે, “ઈન્ડિયન બેંક સાથેનો સહયોગ હોન્ડાના તમામ ગ્રાહકોને સરળ ધિરાણ વિકલ્પો તેમજ શ્રેષ્ઠ માલિકીનો અનુભવ અને સહાય પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. હોન્ડા હંમેશા તેના ગ્રાહકોની માંગને પૂર્ણ કરવા માટે આતુર છે અને આ ભાગીદારી અમારા ગ્રાહકોને અસાધારણ માલિકીનો અનુભવ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે 2022 એક માઈલસ્ટોન વર્ષ સાથે, અમને વિશ્વાસ છે કે 2023 ઓટોમોબાઈલ ઉદ્યોગ અને હોન્ડા માટે વધુ એક સમૃદ્ધ વર્ષ હશે.”
આ પ્રસંગે બોલતા ઇન્ડિયન બેન્કના રિટેલ એસેટ્સના જનરલ મેનેજર શ્રી વિકાસ કુમારએ જણાવ્યું હતું કે, “હોન્ડા કાર્સ ઈન્ડિયા લિ. સાથેનું જોડાણ અમને દેશભરમાં મોટી સંખ્યામાં અમારા ગ્રાહકોને ઝડપી ધિરાણ પૂરું પાડવાની મંજૂરી આપશે. ઈન્ડિયન બેંક દેશભરમાં મજબૂત હાજરી ધરાવે છે. અમને વિશ્વાસ છે કે અમારી ડિજિટલ લોનની પ્રક્રિયા, પોતાના અને પરિવાર માટે નવું વાહન ખરીદવા માગતા ગ્રાહકોને સરળતા અને આરામ આપશે. અમે ઓટો ફાઇનાન્સ પ્રક્રિયાને સરળ બનાવવા અને ઉત્પાદન અને સેવાઓ બંનેના સંદર્ભમાં ઉન્નત ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે સમર્પિત છીએ.”
આ સહયોગ શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે હોન્ડા કાર્સ ઇન્ડિયાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.