અમદાવાદ : આજથી ગુજરાતમાં વાયબ્રન્ટ સમીટનો ભવ્ય અને વિધિવત્ પ્રારંભ થયો છે ત્યારે દેશ-વિદેશના મહાનુભાવો અને ડેલીગેટ્સ તેમાં સહભાગી બની રહ્યા છે. જેમાં ચેક રિપબ્લીકના વડાપ્રધાનની સાથે હોમ ક્રેડિટ ગ્રુપનું પ્રતિનિધિમંડળ પણ ભાગ લેવા આવી પહોંચ્યું છે. હોમ ક્રેડિટ ઇન્ડિયા એ હોમ ક્રેડિટ બી.વીનો હિસ્સો છે અને ગ્રાહકોને આર્થિક જરૂરિયાત પૂરી પાડતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારત સહિત દુનિયાભરમાં સામાન્ય લોકોને પર્સનલ લોન, કન્ઝયુમર ડયુરેબલ લોન સહિતની આર્થિક સહાય પૂરી પાડે છે અને આજે ૧.૫૩ બિલિયન ગ્રાહકો સાથે તે નંબર વન સંસ્થા તરીકેનું ગૌરવ હાંસલ કર્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં ભાગ લેવા આવી પહોંચેલા હોમ ક્રેડિટ પ્રા.લિના ગ્રુપ ચીફ ઓફિસર અને મેમ્બર ઓફ બોર્ડ ઓફ ડિરેકટર્સ હોમ ક્રેડિટ બી.વી.પી એવા મેલ કાર્વિલ અને હોમ ક્રેડિટના વાઇસ પ્રેસિડેન્ટ(કન્ઝયુમર એન્ડ સીએસઆર) નિધિ મલિકે જણાવ્યું હતું કે, હોમ ક્રેડિટનું મુખ્ય કેન્દ્ર સૌપ્રથમવાર લોન લેનાર ગ્રાહકો હોય છે કે જેઓએ અગાઉ કયારેય લોન મેળવી ના હોય. ભારતમાં સંસ્થા સામાન્ય જનતારૂપી ગ્રાહકોને પણ એટલું જ મહત્વ આપવામાં માને છે અને તેથી બધાના હાથમાં મોબાઇલ હોય અને તમામ ઇન્ટરનેટ બ્રાઉઝ કરે એ જ તેમનું સપનું છે, તેને સાકાર કરવા સંસ્થા દ્વારા ખાસ આયોજન હાથ ધરાશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોમ ક્રેડિટના કુલ ગ્રાહકોમાંથી ૫૦ ટકા ગ્રાહકો સૌપ્રથમવાર લોન લેનાર ગ્રાહકો છે, આ સાથે જ સંસ્થા ભારતમાં ૫૩ ટકા હિસ્સો ધરાવે છે. સામાન્ય ગ્રાહકોની જરૂરિયાત અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી હોમ ક્રેડિટ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરમાં તેની વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટસનું વિસ્તરણ કરવા જઇ રહી છે.
અમદાવાદમાં પણ સીજી રોડ પર સંસ્થાની નવી અદ્યતન ઓફિસ તાજેતરમાં જ ગ્રાહકોની સુવિધા માટે ખોલવામાં આવી છે. હોમ ક્રેડિટ પ્રા.લિના ગ્રુપ ચીફ ઓફિસર અને મેમ્બર ઓફ બોર્ડ ઓફ ડિરેકટર્સ હોમ ક્રેડિટ બી.વી.પી એવા મેલ કાર્વિલ અને હોમ ક્રેડિટના વાઇસ પ્રેસિડેન્ટ(કન્ઝયુમર એન્ડ સીએસઆર) નિધિ મલિકે વધુમાં ઉમેર્યું કે, હોમ ક્રેડિટના ૧,૩૨,૦૦૦ કર્મચારીઓ દ્વારા તેના વિશાળ નેટવર્ક થકી ૧૧૧ મિલિયન ગ્રાહકોને ૪,૩૪,૨૩૨ પોઇન્ટ્સ ઓફ સેલ, લોન ઓફિસ, શાખાઓ અને પોસ્ટ ઓફિસના માળખા થ્રુ કન્ઝયુમર ડયુરેબલ લોનની સરળ, ઝડપી અને અસરકારક સેવા ઉપલબ્ધ બનાવી રહી છે. હોમ ક્રેડિટ એવી વિશ્વસનીય નાણાંકીય સંસ્થા છે કે, જે સામાન્ય ગ્રાહકોને હોમ એપ્લાયન્સીસ, મોબાઇલ ફોન, લેપટોપ અને ટુ વ્હીલર ખરીદવા માટે લોન ધિરાણ કરે છે. હવે સંસ્થા ડિજિટલાઇઝેશન તરફ મહત્વનું કદમ માંડયું છે અને તેની મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે. એટલું જ નહી, ગ્રાહકોની જાગૃતિ માટે ફાયનાન્શીયલ લિટરસી, ફાયનાન્સીયલ ફ્રોડ અટકાવવા સહિતની અનેકવિધ ગ્રાહકલક્ષી રચનાત્મક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાઇ રહી છે.