પાટણ નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાયઉતર ગુજરાત ના પાટણ નજીક ગઈકાલે અકસ્માત ની બે અલગ અલગ ઘટનાઓમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર ૬ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. શ્રી હનુમાનજી ની સાંત્વના રુપે પૂજ્ય મોરારીબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે કુલ મળી અને રૂપિયા 90,000 ની સહાયતા અર્પણ કરી છે. રામકથાના રાધનપુર સ્થિત શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ...
Read more