જેકલીન હાલના દિવસોમાં ૨૦૧૬ની કન્નડ સુપર હિટ ફિલ્મ કીરીક પાર્ટીની રિમેક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં જેકલીનની સાથે કાર્તિક આર્યન પણ કામ કરી રહ્યો છે. આ ઉપરાંત જેકલીને પાpલા હોન્કીંગ્સના નોવલ દ ગર્લ ઓન દ ટ્રેનના હિન્દી ભાગમાં પણ કામ કરવા માટે તૈયારી દર્શાવી છે. પ્રિયંકા ચોપરા અને શ્રદ્ધા કપૂર બાદ હવે જેકલીન પણ બાયપીકમાં નજરે પડનાર છે. બાયોપીક ફિલ્મોનો દોર હાલમાં ચાલી રહ્યો છે. બાયોપીક ફિલ્મોને મળી રહેલી સફળતાના પરિણામ સ્વરૂપે નિર્માતા-નિર્દેશકો હવે જુદા જુદા ક્ષેત્રોના ટોચના લોકો ઉપર બાયોપીક ફિલ્મ બનાવી રહ્યા છે. વિતેલા વર્ષોમાં મહેન્દ્રસિંહ ધોની, અઝહરુદ્દીન, સરદારસિંહ અને અન્ય જુદા જુદા ક્ષેત્રોના સ્ટાર ઉપર ફિલ્મો બનાવી ચુક્યા છે. આ ઉપરાંત મેરીકોમ ઉપરની ફિલ્મમાં બોક્સરની ભૂમિકામાં પ્રિયંકા ચોપરા નજરે પડી હતી. ધોની અને મેરીકોમ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી હતી.
જેકલીન હવે નવી ફિલ્મમાં ભારતીય સાઈકલિસ્ટ હેરોલ્ડના જીવન પર બની રહેલી ફિલ્મમાં કામ કરશે. ફિલ્મની પટકથા જેકલીનને ખૂબ પસંદ પડી છે અને કામ કરવા માટે તે રાજી થઈ ચુકી છે. દેબોરાહની પટકથા ખૂબ જ પ્રેરણા સમાન રહી હોવાનો દાવો જેકલીને કર્યો છે. આ રોલ માટે જેકલીનને ખૂબ જ જટીલ ટ્રેનિંગમાંથી પસાર થવાની ફરજ પડી શકે છે. ફિલ્મનું શુટીંગ આગામી વર્ષે શરૂ થશે. ૨૩ વર્ષીય ભારતીય સાઈકલિસ્ટ દેબોરાહ હેરોલ્ડનો જન્મ અંદામાન નિકોબાર દ્વિપમાં થયો હતો. ૨૦૦૪માં સુનામી દરમિયાન તે પોર્ટબ્લેયરમાં હતી અને એક ઝાડની નીચે ફસાઈ ગઈ હતી અને એક સપ્તાહનો સમય ગાળ્યો હતો.