પ્રિયંકા ચોપડા ધ સ્કાય ઇઝ પિન્ક મારફતે એન્ટ્રી મારશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : છેલ્લા ઘણા સમયથી બોલિવુડ ફિલ્મોથી દુર રહેલી હોલિવુડ અને બોલિવુડ સ્ટાર પ્રિયંકા ચોપડા હવે ફરી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કરી રહી છે. પ્રિયંકા ચોપડાએ કહ્યુ છે કે હિન્દી ફિલ્મોને લઇને તે ખાસ પ્રેમ ધરાવે  છે. હિન્દી ફિલ્મોમાં કરવાનુ તે જારી રાખનાર છે. પ્રિયંકા ચોપડા ધ સ્કાય ઇઝ પિન્ક મારફતે બોલિવુડમાં ફરી એન્ટ્રી કરનાર છે. તે છેલ્લા કેટલાક સમયથી હોલિવુડમાં વધારે સક્રિય રહી છે. તે હોલિવુડની સાથે સાથે બોલિવુડમાં પણ હિટ રહી છે. હાલમાં તેમની ફિલ્મ ઇઝન્ટ ઇટ રોમાન્સ નામની ફિલ્મ રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મને ચારેબાજુ પ્રશંસા મળી રહી છે. આ પહેલા તે બેવોચ ફિલ્મમાં નજરે પડી હતી.

પ્રિયંકા ચોપડા સોનાલી ચોપડાની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્ક  નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. પ્રિયંકા ચોપડા હિન્દી ફિલ્મો પ્રત્યે ખાસ લગાવ ધરાવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રિયંકા સતત કહેતી રહી છે કે તે હિન્દીમાં કામ કરવાનુ ચાલુ રાખનાર છે. પ્રિયંકા ચોપડા છેલ્લે વર્ષ ૨૦૧૫માં બાજીરાવ મસ્તાની  નામની ફિલ્મમાં નજરે પડી હતી. ફિલ્મમાં તેની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. નવી ફિલ્મમાં ફરહાન અખ્તર, જાયરા વસીમ, રોહિત શ્રોફ પણ કામ કરી રહી છે. નવી ફિલ્મ ૧૧મી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. પ્રિયંકા પોતે પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે. જેમાં કેટલીક ફિલ્મો બની રહી છે.

જુદી જુદી ભાષાની ફિલ્મોનુ નિર્માણ આ પ્રોડક્શન હેઠળ તેની માતા ફિલ્મ બનાવી રહી છે. પ્રિયંકા ચોપડાને લઇને કેટલીક અન્ય ફિલ્મની પટકથા લખવામાં આવી રહી છે. તેને સતત ઓફર કરવામાં આવી છે. જા કે તે કેટલીક ફિલ્મોને સ્વીકારી ચુકી છે. ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવનાર છે.

Share This Article