હોલિવૂડના સુપ્રસિદ્ધ કલાકાર અને જેવો જેમ્સબોન્ડ જેવા પાત્ર માફક વિશ્વમાં પોતાની લોકપ્રિયતા માટે ઝઝૂમી રહ્યા છે. તેવા ગેટ્સબી રેન્ડોલફ ભારતની મુલાકાતે આવ્યા છે, કલાપ્રેમી આ આર્ટિસ્ટ દ્વારા ગુજરાતના ગાંધીનગર આવી આઇપીએસ એડી.ડીજી સીઆઈડી ક્રાઈમ અજય ચોધરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિશ્વભરની આર્ટ ગેલેરીમાં જેમના ચિત્રો ગુજરાતની આન બાન અને શાન વધારી રહ્યા છે, તેવા આ આઈપીએસ વિશ્વ લેવલના અદભુત આર્ટિસ્ટ હોવાનું તેમના દુબઈ ખાતેના પ્રવાસ દરમિયાન અજય ચોધરી સાથેની મુલાકાત દરમિયાન જાણવા મળતા તેવો ખુબ પ્રભાવિત થયેલ અને તેવોએ એજ સમયે તેમને મળી તેમના કલા નિહાળવા સંકલ્પ કરેલ.
દુબઇ ખાતેની તેમની મુલાકાત માત્ર ઓપચારિક બનવાને બદલે બે જબરજસ્ત કલાકારો વચ્ચેની મુલાકાત હતી. હોલિવુડ સ્ટારને એ સમજતા વાર ન લાગી કે અજય ચોધરી વિશ્વ લેવલનાં એબસ્ટ્રેક્ટ આર્ટ્સના અદભુત આર્ટિસ્ટ છે, અને હોલિવુડ આર્ટિસ્ટ ભારતની મુલાકાત લેવા સાથે અજય ચોધરીનાં ચિત્રો નિહાળવા પોતે ખૂબ આતુર હોવાનું જણાવી આ મુલાકાત ગોઠવી હતી. આ મુલાકાત દરમિયાન તેવો દ્વારા મિયુઝમમાં રહેલ ચિત્રો નિહાળી આફ્રિન પોકારી ઊઠયા.
અજય ચોધરી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થતા વિકાસની રૂપરેખા આપી અમદાવાદ ગાંધીનગરમાં મહત્વના સ્થળો બતાવ્યા અને આ હોલિવુડ અભિનેતાએ પોતાની ખૂબ સુપરહિટ ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ ગુજરાત અર્થાત્ અમદાવાદ ગાંધીનગરમાં કરવા સંકલપ્ કર્યો.