લોરેન્સ, ઓપ્ટન, ડન્સ્ટના ન્યુડ ફોટો ચોરનારો ઝબ્બે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ,: હોલિવુડની કેટલીક સેલિબ્રિટી સહિત ૨૫૯થી વધારે સેલિબ્રિટીઓના આઇક્લાઉડ એકાઉન્ટ હૈક કરી લેનાર હૈકરને આખરે સજા મળી ગઇ છે. સજા તરીકે તેને આટ મહિનાની સજા આપવામાં આવી છે. જ્યોર્જ ગારોફેનોને બુધવારના દિવસે જ જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.

આ સજા ઉપરાંત તેને ત્રણ વર્ષ સુધી બાજ નજર હેઠળ રાખવામાં આવનાર છે. તેને ૬૦ કલાક સુધી કોમ્યુનિટી સર્વિસ પણ કરવાની રહેશે. કનેક્ટિકટના રહેવાસી આ આરોપીને આઠ મહિનાના ગાળા બાદ સજા કરવામાં આવી છે. તેની ઉપર આરોપ છે કે  આ શખ્સે ફેક એપલ સપોર્ટ ઇમેલનો ઉપયોગ કરીને કેટલાક લોકોના એકાઉન્ટની પ્રાઇવેટ માહિતી ચોરી કરી લીધી હતી. આરોપી શખ્સે કોર્ટમાં કબુલાત કરી છે કે આ કામ માટે અન્ય કોઇ વ્યÂક્ત દોષિત નથી. આ અપરાધની સજાની તેની લાઇફ પર કેવી અસર થશે તેને લઇને તે વિચારી રહ્યો છે.

જ્યોર્જ ઉપરાંત આ મામલામાં ત્રણ અન્ય લોકો પણ દોષિત છે. તમામને પકડી લેવામાં આવ્યા છે. આ તમામને ૧૬થી ૧૮ મહિનાની જેલની સજા કરવામાં આવી છે. હેકિંગ ૨૦૧૪માં કરવામાં આવી હતી. આ શખ્સે કેટલાક સેલિબ્રિટીના ફોટો ચોરી કરીને શેયરિંગ સાઇટ પર મુકી દીધા હતા. આ ફોટોમાં કેટલાક સેલિબ્રિટી ન્યુઝ અથવા તો સેમી ન્યુડ અવસ્થામાં છે.

હોલિવુડની જે સેલિબ્રિટીના ન્યુડ ફોટો ચોરી લેવામાં આવ્યા હતા તેમાં હોલિવુડની સુપર સ્ટાર અભિનેત્રી જેનિફર લોરેન્સ, કેટ અપ્ટન અને ક્રિસ્ટીન ડન્સ્ટનો સમાવેશ થાય છે. જેનિફર લોરેન્સ તો મોડેથી સોશિયલ મિડિયાથી દુર રહેવાની પણ જાહેરાત કરી હતી. ટોપની સ્ટારને હવે રાહત થઇ છે. સેલિબ્રિટીઓના ન્યુડ ફોટો ચોરનાર શખ્સ આખરે પકડા જતા તમામ સેલિબ્રિટીઓને મોટી રાહત થઇ છે. તેની પાસેથી તમામ માહિતી એકત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Share This Article