નવીદિલ્હી : હોલીડે ટ્રિપ ઉપર જવા ઇચ્છુક લોકોને મોટી રાહત મળી રહી છે. હાલના સમયમાં ફ્લાઇટની ટિકિટ બુક કરાવવાની બાબત તમામ માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. કારણ કે અનેક એરલાઈન્સ દ્વારા ફ્લાઇટની ટિકિટ ઉપર મોટા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી દીધી છે. ટ્રાવેલ પોર્ટલ યાત્રાના કહેવા મુજબ એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, એર એશિયા, ઇન્ડિગો જેવી એરલાઈન્સો યાત્રીઓને મોટી રાહત આપી રહી છે. યાત્રા ઉપર હાલમાં એક સેલ જારી છે જે હેઠળ એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને એર એશિયાના વનવે સ્થાનિક ફ્લાઇટની ટિકિટ પર છુટછાટના લાભ મેળવી શકાય છે.
આ ફ્લાઇટ ટિકિટ ૧૦૨૦ રૂપિયામાં શરૂ થઇ રહી છે. ૧થી ૩૦મી સપ્ટેમ્બર વચ્ચે ટિકિટના બુકિંગ કરવામાં આવી શકે છે. સ્પાઇસ જેટની સ્થાનિક ફ્લાઇટ પર ટિકિટ ૧૨૯૯ રૂપિયાથી શરૂ થઇ રહી છે જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટની ટિકિટની કિંમત ૩૯૯૯ રૂપિયા છે. આ ઓફર ૩૦મી ઓગસ્ટ સુધી રહેશે. ૨૬મી ઓગસ્ટ ૨૦૧૯થી લઇને ૩૧મી માર્ચ ૨૦૨૦ સુધીની તારીખ વચ્ચે ટિકિટ બુકિંગ કરાવી શકાય છે. એર એશિયા દ્વારા કેટલાક રુટ ઉપર તમામ ફ્લાઇટ ઉપર ૨૦ ટકાની છુટછાટ આપવામાં આવી ચુકી છે.
આ ઓફરનો લાભ પહેલી સપ્ટેમ્બર સુધી લઇ શકાય છે. જો કે, ધ્યાન રાખવા માટે બાબત એ છે કે, સ્થાનિક ફ્લાઇટની ઓફરનો ફાયદો ઉઠાવવા માટે બીજીથી ૨૬મી સપ્ટેમ્બર વચ્ચે ટિકિટ બુકિંગ કરાવવા પડશે જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે બીજી સપ્ટેમ્બરથી ૧૯મી નવેમ્બર ૨૦૧૯ વચ્ચે યાત્રા કરવી પડશે. બીજી બાજુ ઇન્ડિગોના ઇન્ટરનેશનલ ફ્લાઇટના બુકિંગ ૩૯૯૯ રૂપિયાથી શરૂ થશે. આ ઓફર માત્ર ઇન્ડિગો એક્સ ઇન્ડિયા નેટવર્કથી સંચાલિત થનાર નોનસ્ટોપ ફ્લાઇટ માટે રહેશે.