હોળી એટલે રંગોનો ઉત્સવ. હોળી એટલે એકબીજા પર રંગ ઉડાડવાની મજા. જૂની પરંપરા પ્રમાણે આ રંગોને પાણીમાં ઉમેરીને એ પાણી પીચકારીમાં ભરીને એક બીજા પર છાંટવાની પરંપરા હતી. આજે પણ રાધા કૃષ્ણનાં ઘણાં પોસ્ટરમાં તમને આ ચિત્ર જોવા મળશે. વેલ, હવે તો આ પીચકારી બાળકોનાં હાથમાં જ જોવા મળે છે. એ પણ જેવી તેવી નહીં પરંતુ કાર્ટૂનવાળી અને ફેન્સી. તો ચાલો ૨૦૧૮ની હોળીમાં પિચકારીનો ટ્રેન્ડ પર એક લટાર મારીએ.
આજકાલ કાર્ટૂન પીચકારીમાં વોટરબેગ સાથેની બાર્બી અને ડોરેમોનવાળી પીચકારી ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી પીચકારીનાં માર્કેટમાં ટોપ રહેતો છોટા ભીમ આ વર્ષે ડાઉન જોવા મળે છે. આ વર્ષે સ્કૂલબેગની જેમ પાછળ લટકાવવાની વોટર ટેન્ક સાથેની પિચકારીઓ વધુ જોવા મળી રહી છે.
પુશબેક પ્રકારની પિચકારી સદાબહાર છે. તેની ક્યારેય ફેશન જતી નથી. પરંપરાગત પિત્તળની પિચકારી પણ આ જ પેટર્નથી બનાવવામાં આવતી હતી. હજી પણ પ્લાસ્ટિક અને વિવિધ મટિરીયલમાં આ પ્રકારની પિચકારી બજારમાં જોવા મળે છે.
આજકાલ પિચકારી સાથે માસ્ક અને અન્ય એક્સેસરીઝ પણ જોવા મળી રહી છે. તેમાં વિવિધ કાર્ટૂન કેટેગરી સિવાય અન્ય માઈથોલોજી કેરેક્ટર પર પણ આવા માસ્ક જોવા મળી રહ્યા છે. કોઈ કોઈ જગ્યાએ તો પીચકારી સાથે ફ્રી પર મળે છે.
તો મિત્રો આ વર્ષે આપ પણ બાળકોની સાથે પિચકારીની મજા લઈ જુઓ.