હોકી વર્લ્ડ કપમાં ભારતની હવે નેધરલેન્ડ સામે ટક્કર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભુવનેશ્વર :  વર્લ્ડ કપ હોકી સ્પર્ધા વધારે રોમાંચક દોરમાં પહોંચી રહી છે. હવે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતની ટક્કર નેધરલેન્ડ સામે થનાર છે. ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ વખતે ભારતીય ટીમ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. યજદમાન ભારતીય ટીમનેધરલેન્ડને હાર આપીને ઘરઆંગણે સેમીફાઇનલમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.વોન દામ થિસના બે ગોલની મદદથી કેનેડાને ક્રોસ ઓવર મેચમાં પાંચ ગોલથી હાર આપીને નેધરલેન્ડની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી. હવે તેની ટક્કર શક્તિશાળી ભારતીય ટચીમ સામે થનાર છે. પુલ સીમાં ટોપમાં રહીને ભારતીય ટીમ અંતિમ આઠમાં પહોંચી છે.

આવી સ્થિતીમાં હવે નેધરલેન્ડ સામે મોટ પડકાર રહેશે. દુનિયાની ચોથા નંબરની ટીમ નેધરલેન્ડે અંતિમ પુલ મેચમાં પાકિસ્તાન પર૫-૧થી જીત મેળવી હતી. ત્યારબાદ શક્તિશાળી રમત રમીને કેનેડાને ૫-૦થી હાર આપી હતી.હવે ક્વાર્ટર પાઇનલ મેચમાં આવતીકાલે ટીમ ભારત સામે રમનાર છે. નેધરલેન્ડે હજુ સુધી તમામ ફિલ્ડ ગોલ કર્યા છે. ભારતીય ટીમની મેચ જાવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચેતેવી શક્યતા છે.

ભારતીય ટીમ ઘરઆંગણે લાંબા ગાળા બાદ bહોકી વર્લ્ડ કપ જીતવા માટે સજ્જ છે. તેને પહેલાથી જ ફેવરીટ તરીકે ગણવામાં આવે છે.ચાહકોનો જારદાર ટેકો પણ છે. આવી સ્થિતીમાં ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે પોતાની કુશળતા સાબિત કરવા અને ફરી એકવાર હોકીમાં સર્વોપરિતા સાબિત કરવાની તક રહેલી છે. ભારતીય ટીમ આ વખતે નવા જુસ્સા સાથે મેદાનમાં ઉતરી છે. સાથે સાથે તમામ ખેલાડીઓશાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આવી સ્થિતીમાં જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે.

Share This Article