હોકી વર્લ્ડકપમાં કેનેડા પર ભારતની જીત થઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : હોકી વર્લ્ડકપમાં પુલ સીની છેલ્લી લીગ મેચમાં ભારતે આજે કેનેડાને ૫-૧ના અંતરથી હાર આપીને ક્વાટર ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી હતી. ભારતીય ટીમ સીધીક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર ટીમ બની ગઈ હતી. ભારત માટે આજની જીત ખુબ જરૂરી હતી અનેઆખરે સફળતા પણ મેળવી લીધી હતી.

વિજેતા ટીમ તરફથી લલિત ઉપાધ્યાયે બે ગોલ ફટકાર્યાહતા. જ્યારે હરમન પ્રિત, ચિંગલ સેના અને અમિત રોહીદાસે એક એકગોલ ફટકાર્યા હતા. ભારતે શરૂઆતથી જ જારદાર રમત રમી હતી. કેનેડાની સામે ભારતે૨૦૧૩થી હજુ સુધી છ મેચો રમી છે. જે પૈકી ચારમાં જીત મેળવી છે. એકંદરે બંને વચ્ચે૩૯ મેચો રમાઈ છે. જેમાં ભારતીય ટીમ ૨૭ વખથ જીતી છે.

Share This Article