દુનિયાભરમાં છેલ્લા આઠ વર્ષના ગાળામાં જ એચઆઇવી એઇડ્સના કારણે થતા મોતની સંખ્યામાં ૩૩ ટકાનો ઉલ્લેખનીય ઘટાડો થઇ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના નવેસરના અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. જે સાબિત કરે છે કે ભારત સહિત દુનિયાના દેશો દ્વારા લેવામાં આવી રહેલા પગલાની અસર જોવા મળી રહી છે. આ પગલાના કારણે જ એઇડ્સથી મોતનો આંકડો સતત ઘટી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના હેવાલમાં કબુલાત પણ કરવામાં આવી છે કે પૈસાની કમીના કારણે બિમારીને જડથી ખતમ કરવામાં સફળતા મળી રહી નથી. પૈસાની કમીના કારણે બિમારીને જડથી દુર કરવામાં વૈશ્વિક પ્રયાસો થઇ રહ્યા નથી. પૂર્વીય અને દક્ષિણ આફ્રિકાના લોકો હજુ પણ દુનિયામાં એઇડ્સથી સૌથી વધારે પ્રભાવિત છે. પૂર્વીય યુરોપમાં એઇડ્સ મૃત્યુ દરમાં પાંચ ટકા અને મધ્ય પૂર્વ તેમજ ઉત્તરીય આફ્રિકાના દેશોમાં નવ ટકાનો વધારો થયો છે.
મધ્ય એશિયામાં આઇઆઇવીના મામલામાં ૨૯ ટકા સુધીનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૦માં એઇડ્સના કારણે ૧૨ લાખ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૮માં આંકડો સાત લાખ ૭૦ હજાર સુધી પહોંચી ગયો હતો. વર્ષ ૨૦૧૭માં આઠ લાખ લોકોના મોત થયા હતા. હાલમાં જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે બે કરોડ ૩૩ લાખ લોકો એઇડ્સને લઇને એન્ટીરેટ્રોવાયરલ થેરાપી લઇ રહ્યા છે. એચઆઇવી પ્રભાવિત લોકોની સંખ્યાનો આંકડો વધીને ૩ કરોડ ૭૯ લાખ સુધી પહોંચી ગયો છે. યુવા પુરૂષો અને મહિલાઓની વચ્ચે એચઆઇવીના નવા ઇન્ફેક્શનના દરને લઇને અસમાનતા અકબંધ છે. વયમાં સમાનતા હોવા છતાં મહિલાઓમાં ઇન્ફેક્ક્શનની શંકા પુરૂષોની તુલનામાં ૬૦ ટકા વધારે છે. વર્ષ ૨૦૧૮માં એઇડ્સ પર કામ કરવા માટે ૧૩૦૦ અબજ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જે વર્ષ ૨૦૨૦ સુધી અંદાજિત ૧૮૦૦ કરોડ રૂપિયાની તુલનામાં ઓછા છે.
આ અંતર આંતરરાષ્ટ્રીય સ્તર પર દાનમાં અને સ્થાનિક રોકાણમાં કમી માટેના કારણ તરીકે છે. જ્યારથી એઇડ્સ અંગે માહિતી મળી છે ત્યારથી લઇને હજુ સુધી આઠ કરોડ લોકો તેના કારણે પ્રભાવિત થઇ ચુક્યા છે. સાથે સાથે ૩.૫ કરોડ કરતા વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. વર્ષ ૧૯૮૦ના દશકની શરૂઆત બાદથી સતત મોત થઇ રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં એચઆઇવીના અડધાથી વધારે નવા મામલા સપાટી પર આવ્યા હતા. જેમાં ડ્ર્ગ અને સેક્સ સંબંધો ગેરકાયદે રાખનારની સંખ્યા વધારે છે. સૌથી ચિંતાજનક બાબત એ રહી છે કે એચઆઇવી એઇડ્સના કારણે વધુને વધુ લોકોના મોત થયા છે. તેને રોકવા માટેના પ્રયાસ પણ યુદ્ધના સ્તરે થઇ રહ્યા છે. જા કે આ રોગના કારણે સારવાર હજુ સુધી શક્ય બની શકી નથી. સૌથી વધારે પ્રભાવિત થનારમાં ટ્રાન્સજેન્ડર, કેદી અને તેમના યૌન સાથી પણ વધારે પ્રભાવિત થયા છે. દુનિયામાં આજે પણ એઇડ્સના રોગને રોકવા કામ થઇ રહ્યા છે. નવી નવી રસી અને દવા શોધવાના કામ વર્ષોથી ચાલી રહ્યા છે. જા કે તેને રોકી શકે તેવી દવા વિકસિત કરવામાં આવી હતી.
વૈજ્ઞાનિક સમુદાય અને તબીબો સામે પણ આ એક પડકાર છે. ભારતમાં પણ એઇડ્સના રોગીની સંખ્યા ખુબ વધારે છે. બિન સુરક્ષિત સેક્સ સંબંધો વર્ષો સુધી જુદા જુદા પાર્ટનર સાથે રાખનારને પણ આ રોગ વધારે થાય છે. એઇડ્સને રોકવા માટે વિશ્વના દેશો અને ખાસ કરીને વિકસિત દેશો વધારે ગંભીર પ્રયાસ કરે તે જરૂરી છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયેલા છે. આનુ એક કારણ ગરીબી પણ છે. ગરીબ લોકો વહેલી તકે સકંજામાં આવ્યા છે. મધ્યપૂર્વ અને ઇત્તરીય આફ્રિકામાં જે મૃત્યુ દર રહ્યો છે તે ચિંતા ઉપજાવે છે. આ જગ્યાઓ પર દર ૨૯ ટકા છે.