Hitachi energy નું ટેકકોલોક્વિમ ભારતના નેટ-ઝીરો પ્રવાસ માટે પ્રગતિશીલ એનર્જી ટ્રાન્ઝિશન પર ચર્ચા વિચારણા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

1949થી Hitachi energy એ પ્રોડક્ટો અને ટેકનોલોજીઓની પાર ઉત્તમ સુમેળ સાધતા સક્ષમ ઊર્જા ભવિષ્યની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. Hitachi energy ઈન્ડિયાની 75 વર્ષ માટે ચાલતી ઉજવણીના ભાગરૂપ કંપનીએ ભારતભરમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે એનર્જી ટ્રાન્ઝિશન અને સક્ષમ ગ્રિડ માટે ટેકનોલોજીઝ- ટેકનોલોજી કોલોક્વિમ નામે નવી પહેલ રજૂ કરી છે. આ નવા મંચ થકી હિતાચી એનર્જીનું લક્ષ્ય આપણા સમયના સૌથી મહત્ત્વપૂર્ણ અને તાકીદના મુદ્દાઓમાંથી એક વિશે ચર્ચાવિચારણા કરવા માટે વર્ષ દરમિયાન એન્જિનિયરિંગ કોલેજોમાં પહોંચવાનું છે, જેમાં એનર્જી ટ્રાન્ઝિશન અને નેટ-ઝીરો લક્ષ્યોનો સમાવેશ થાય છે.

નેટ-ઝીરો લક્ષ્ય સુધી પહોંચવાનું એક કંપની, એક ટીમ અને એક વ્યક્તિ કરતાં મોટું છે. અંતિમ હેતુ સુધી પહોંચવા માટે ભાગીદારોઓ અને જોડાણો પૂર્વઆવશ્યકતા છે. આ જોડાણ કરવા સક્ષમ અને કાર્યક્ષમ ભવિષ્ય માટે એનર્જી ટ્રાન્ઝિશન પ્રેરિત કરવા ભાવિ ટેલેન્ટ પૂલ કેળવવાનું જરૂરી છે. તેમાં પ્રતિભાની ઓળખ, વિકાસ અને કૌશલ્ય વિકાસમાં રોકાણ થકી જાળવણી, ફૂલતીફાલતી ઉદ્યોગ- શૈક્ષણિક ક્ષેત્રની ભાગીદારીઓનો સમાવેશ ધરાવતો વ્યૂહાત્મક અભિગમ આવશ્યક છે અને તેમને સેગમેન્ટમાં ઈનોવેશન અને સોલ્યુશન્સ પ્રેરિત કરવા માટે જરૂરી નવીનતમ ટેક્નિકલ અને ડિજિટલ સૂઝબૂઝથી સુસજ્જ કરવામાં આવશે.

Hitachi 2

ટેક કોલોક્વિમ જેવા ફોરમો આજની અને ભવિષ્યની વધતી ઊર્જાની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે નવી નિપુણતા પ્રાપ્ત કરવા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈને મજબૂત કાર્યબળ નિર્માણ કરવામાં લાંબી મજલ મારશે. તે યુવા મન, વિષયી બાબતના નિષ્ણાતો અને હિતાચી એનર્જીના આગેવાનોમાં એનર્જી ટ્રાન્ઝિશન પર અર્થપૂર્ણ વાર્તાલાપ અને વિચારોના આદાનપ્રદાન માટે મંચ પૂરું પાડે છે.ટેક કોલોક્વિમનું પ્રથમ સેગમેન્ટ ગુજરાતના આણંદના બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ)થી શરૂ કરાયું હતું હિતાચી એનર્જીના ગ્લોબલ સીટીઓ ડો. ગેરહાર્ડ સાલગે અને બીવીએમના બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરમેન શ્રી ભિખુભાઈ બી પટેલ સાથે બીવીએમના વરિષ્ઠ ફેકલ્ટી સભ્યો અને અન્ય મહેમાનો હાજર હતા. આ સત્રમાં આપણા ઊર્જા ભવિષ્યને આકાર આપતી ઊર્જા નેટવર્કસ, ટેકનોલોજીઓ, એનર્જી ટ્રાન્ઝિશન માટે શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગોમાં સક્ષમતાઓ અને પ્રતિભાઓ માટે જરૂર અંગે આશરે 4 સ્થળે બીવીએમ કોલેજ અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ સાથે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

Share This Article