સૌથી ઓછી સીટ જીતનારી પાર્ટી જે.ડી.એસના અધ્યક્ષ કુમારસ્વામી કર્ણાટકના સીએમ બનવાના છે, પરંતુ લોકોને તેમના કરતા વધારે રસ તેમની પત્ની રાધિકામાં છે. સોશિયલ મિડીયાથી લઇને ગૂગલમાં પણ લોકોએ રાધિકા વિશે ખૂબ સર્ચ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે રાધિકા સાઉથ ઇન્ડિયન અભિનેત્રી અને પ્રોડ્યુસર છે.
રાધિકા કુમારસ્વામીની બીજી પત્ની છે. જ્યારે કુમારસ્વામીના પહેલા લગ્ન થયા હતા ત્યારે તેમની બીજી પત્ની રાધિકાનો જન્મ થયો હતો. 1986માં કુમાર સ્વામીએ લગ્ન કર્યા હતા અને રાધિકા પણ 1986માં જન્મી હતી. કુમારસ્વામી 58 વર્ષના છે અને રાધિકા 31 વર્ષવી છે. બંનેને એક પુત્રી પણ છે જેનુ નામ શમિકા છે. કુમાર સ્વામીની પત્ની કન્નડ ફિલ્મોની અભિનેત્રી અને પ્રોડ્યુસર છે. 2002માં રાધિકાએ ફિલ્મમાં ડેબ્યુ કર્યુ હતુ. જ્યારે તેણે ફિલ્મોમાં પદાર્પણ કર્યુ ત્યારે તે 9મા ધોરણમાં ભણતી હતી અને તેની ઉંમર માત્ર 14 વર્ષની હતી.
રાધિકા તેની એક્ટિંગ કરિયર કરતા તેની પર્સનલ લાઇફને લઇને વધારે ચર્ચામાં રહી હતી. તેણે 2000માં રતન કુમાર નામના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કર્યા હતા, ઘણા વિવાદ બાદ રતન કુમારનું 2002માં હાર્ટ એટેકથી નિધન થયુ હતુ. બાદમાં રાધિકાએ જણાવ્યુ કે 2006માં કુમારસ્વામી સાથે તેણે ચોરી છુપીથી લગ્ન કર્યા હતા. કુમાર સ્વામીની પહેલી પત્ની અનિતાથી તેમને એક પુત્ર છે જેનું નામ નિખીલ છે.