હિન્દુસ્તાની ભાઉએ આપી ધમકી, ઉર્ફીએ આપ્યો જવાબ, થઇ ગઇ બોલતી બંધ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પોતાની ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાક દિવસોથી સતત સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વ્યક્તિને નિશાન બનાવી રહી છે. ‘અનુપમા’ ફેમ એક્ટર સુધાંશુ, કોમેડિયન સુનીલ પાલ બાદ હવે બિગ બોસ ૧૩ના કન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે.  ઉર્ફી હંમેશા તેની ડ્રેસિંગ સેન્સ માટે ટ્રોલર્સનો સામનો કરતી રહે છે. આ વખતે હિન્દુસ્તાની ભાઉએ તેને ધમકી આપી છે. હિન્દુસ્તાની ભાઉએ તેમને સુધારવાની ધમકી આપી છે.  ઉર્ફી જાવેદ હંમેશા પોતાના બોલ્ડ કપડાને લઈને ચર્ચામાં રહે છે.

હિન્દુસ્તાની ભાઉએ એક વિડીયો શેર કર્યો છે અને તેના કપડાં વિશે ધમકી આપી છે કે તે જે પ્રકારના કપડાં પહેરે છે, તે ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી. હિન્દુસ્તાની ભાઉએ પોતાના વિડીયોમાં કહ્યું કે, “ઉર્ફી પોતાને ખૂબ જ મોટી ફેશન ડિઝાઇનર માની રહી છે. બેટા, ફેશનના નામે તું જે કપડા પહેરીને બહાર ફરી રહી છો, તે ભારતનો રિવાજ અને સંસ્કાર નથી. તારા કારણે ભારતની બહેનો અને દીકરીઓને એક ખૂબ જ ખોટો સંદેશ પહોંચી રહ્યો છે. સુધરી જા નહીંતર હું સુધારી દઇશ.” 

હિન્દુસ્તાની ભાઉનો આ ધમકીભર્યો વિડીયો ઉર્ફી જાવેદે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ઉર્ફી જાવેદે પણ આ વિડીયો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એક્ટ્રેસે લખ્યું કે- પહેલા તો તે કોઇથી ડરતી નથી અને બીજું હિન્દુસ્તાની ભાઉ જે રીતે ગાળો આપે છે, શું આ દેશનો રિવાજ છે? તેણે કહ્યું કે, એક વખત હિન્દુસ્તાની ભાઉની ટીમ દ્વારા તેને મદદની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેની મદદ લેવાની ના પાડી દીધી. ત્યારથી તેઓ તેમની પાછળ પડી ગયા છે. ઉર્ફી જાવેદે આગળ લખ્યું છે કે હવે તમે મને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છો. તું જાણે છે કે હું તને જેલમાં મોકલી શકું તેમ છું, પણ હું એમ નહીં કરું. કારણ કે તું ઘણી વાર જેલમાં જઈ ચૂક્યો છે. દેશના યુવાનો માટે આ તો એટલો સારો સંદેશ છે કે દેશના યુવાનો માટે જેલમાં જવું, તમારી ઉંમરથી અડધી ઉંમરની છોકરીને ખુલ્લેઆમ ધમકીઓ આપવી.

Share This Article