હિન્દી દિવસની ઉજવણી શનિવારના દિવસે ભારતભરમાં કરવામાં આવી રહી છે. આ દિવસે સ્કુલ અને કોલેજામાં જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. હિન્દી ભાષાના મહત્વના મુદ્દા પર તેમજ હિન્દી ભાષાને સમૃદ્ધ તેમજ વધારે લોકપ્રિય કરવાના કાર્યક્રમ આ દિવસે યોજવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદથી હિન્દી ભાષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મોદી પોતે હિન્દી ભાષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છે. હિન્દીને લાઇફના એક હિસ્સા તરીકે બનાવવા માટેની વાત મોદી કરતા રહ્યા છે. હિન્દી ભાષાના સંબંધમાં ભારતેન્દુ હરિશચન્દ્ર અને મહાત્મા ગાંધીના વિચારો આજે પણ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે.
આજે પણ તેમના વિચાર પ્રાસંગિક બનેલા છે. બંધારણીય સભા દ્વારા હિન્દીને રાજભાષા તરીકે વર્ષ ૧૯૪૯માં સ્વીકાર કરવાની જાહેરાત કરી હતી. આને વર્ષ ૧૯૪૯માં ૧૪મી સપ્ટેમ્બરના દિવસે સ્વિકાર કરી લેવામાં આવ્યા બાદ તેના મુલ્યોને લઇને ચર્ચા શરૂ થઇ હતી. નિજ ભાષા ઉન્નતિ અઅહે સબ ઉન્નતિ કો મુવ, બિન નિજ ભાષા કે મિટત ન હિય કો શુલ. ભારતેન્દુ હરિશચન્દ્રની આ લાઇન હિન્દીના વાસ્તવિક સ્વરૂપ તરીકે છે. તેઓએ આ લાઇન મારફતે જે ઉદેશ્યને રજૂ કર્યા છે તે હિન્દીના યથાર્થ તરીકે અને વિસ્તાર તરીકે છે. આમાં કોઇ શંકા નથી કે આજે હિન્દી ભાષા વૈશ્વિક ભાષા તરીકે પોતાની ઓળખ ઉભી કરી રહી છે.
પરંતુ જ્યારે અમે હિન્દીની વૈશ્વિક સ્થિતીની વાત કરીએ છીએ ત્યારે અમને એવા માપદંડને પણ સામે રજૂ કરવાના હોય છે જેના કારણે આધુનિક ટેકનિકના સમયમાં કોઇ ભાષા પોતાના સ્થાનને ગ્રહણ કરે છે. સૌથી પહેલા જે બાબતને અમને સમજી લેવાની જરૂર છે તે એ છે કે ભાષાના ટેકનિકલ પક્ષ શુ છે. આજે સમય સમૃદ્ધ ડિજિટલ પ્લેટફોર્મનો છે અને જે ભાષા સમૃદ્ધ ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલી શકે તેમ નથી તે ભાષા અસ્તિત્વમાં રહી શકે તેમ નથી. હિન્દી ભાષા આ માપદંડ પર હવે ખુબ આગળ નિકળી ચુકી છે. આજની હિન્દી ભાષા દુનિયાની મોટી ભાષાની સમાંતર પહોંચી ચુકી છે. અને સફળ પણ સાબિત થઇ રહી છે. જ્યારે અમે કોઇ ભાષાની વિકાસની પ્રક્રિયાની વાત કરીએ છીએ ત્યારે અમને આ બાબતનુ ધ્યાન રાખવુ જોઇએ કે ભાષાનુ વિસ્તરણ કોઇ જડ પ્રક્રિયા નથી. પરંતુ એક વિકાસશીલ પ્રક્રિયા તરીકે છે. જે સતત ચાલતી રહે છે. હિન્દીની વિશેષતા એ રહી છે કે તે સમયની સાથે સાથે થઇ રહેલા પરિવર્તનને પણ સ્વીકારી રહી છે.
આ જ કારણ છે કે હિન્દી ભાષા ભારત સહિત ૩૦ કરતા વધારે દેશોમાં બોલવામાં આવે છે. એમ કહી શકાય છે કે ભારતના લોકો દુનિયાના જે કોઇ પણ દેશમાં પહોંચી ગયા છે ત્યાં હિન્દી ભાષા કોઇને કોઇ સ્વરૂપમાં ઉપલબ્ધ બની ચુકી છે. અમને આ ભ્રમથી પણ બહાર નિકળી જવાની જરૂર છે કે ભારતના બિન હિન્દી પ્રદેશોંમાં આને લઇને કોઇ પણ પ્રકારના સંઘર્ષની સ્થિતી રહેલી છે. આમાં માત્ર દ્રષ્ટિના અંતરને જોઇ શકાય છે. જેમ જ હિન્દીના વિરોધની વાત થાય છે ત્યારે અમારા મનમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આવતા નથી ત્યારે અમે સીધી રીતે દક્ષિણના રાજ્યોને જોવા લાગી જઇએ છીએ. તમિળનાડુમાં હિન્દી ભાષાને લઇને કોઇ પણ પ્રકારના વિરોધની સ્થિતી નથી. બલ્કે ત્યાં માત્ર ભાષાની રાજનીતિના પરિણામ જાઇ રહ્યા છીએ. આશા એ રાખવી જોઇએ કે જે રીતે રાજનીતિમાં જાતિની રાજનીતિ દુર થઇ રહી છે તે જ રીતે ભાષાની રાજનીતિ પણ ધીમે ધીમે દુર થઇ જશે. સમગ્ર સ્વતંત્રતા આંદોલન દરમિયાન હિન્દી ભાષાને લઇને કોઇ પણ પ્રકારના વિરોધના ભાવ જોવા મળ્યા ન હતા.
સ્વતંત્રતાના આંદોલન દરમિયાન હિન્દી ભાષા દેશની એક ભાષા તરીકે ઉભરી આવી હતી. જા કે સ્વતંત્રતા બાદ તેના સ્વરૂપમાં ફેરફાર થતા રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્ઞાન અને વિજ્ઞાનને જાળવી રાખવા માટે અંગ્રેજીને જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેટલાક દેશોને સ્વતંત્રતા મળી ત્યારે તેઓએ પોતાની ભાષાને સ્વીકારી લીધી હતી. જ્યારે કેટલાક દેશોએ અંગ્રેજોના શાસનમાંથી મુÂક્ત મળી ત્યારે તેઓએ માત્ર અંગ્રેજાની સંસ્કૃતિ જ નહી બલ્કે ભાષાને પણ સ્વીકારી લીધી હતી. હવે વિચાર કરવાની બાબત એ છે કે આ દેશો આજે ક્યા ઉભા છે. આ તમામ આજે બિનવિકસિત દેશોની યાદીમાં ઉભા છે.
એશિયાના કેટલાક દેશોની વાત કરવામાં આવે કોરિયા, જાપાન અને ચીન પણ ભારતની સાથે જ સ્વતંત્ર થયા હતા અને આ દેશા આજે ક્યાં છે. જ્યારે ઇઝરાયેલ સ્વતંત્ર થયુ ત્યારે તેની પાસે તેનુ કઇ પણ ન હતુ. ત્યારબાદ ઇઝરાયેલે હિબ્રુ ભાષા સ્વીકારી લીધી હતી. આજે દુનિયામાં સૌથી વધારપેટેન્ટ કરનાર દેશ તરીકે ઇઝરાયેલ છે. ભારતમા પણ જે ચીજો અથવા ટેકનિકલ ચીજનો ઉપયોગ થાય છે તે ચીન અથવા તો જાપાની છે. અથવા તો કોરિયાની છે. અમે પણ એ જ ભાષા શીખી ચુક્યા છીએ જે અંગ્રેજાએ શીખી હતી. આવુ કેમ થયુ તેના પર ધ્યાન આપવાની જરૂર છે.