હિન્દીને લાઇફના એક હિસ્સા તરીકે બનાવવા માટેની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા રહ્યા છે. ૧૪મી સપ્ટેમ્બરમા દિવસે દર વર્ષે હિન્દી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. હિન્દી ભાષાની યાત્રા પણ ખુબ લાંબી રહી છે. હિન્દીના સફરની વાત કરવામાં આવે તો આ સફર નીચે મુજબ છે.
- ૧૪મી સપ્ટેમ્બર ૧૯૪૯ના દિવસે બંધારણીય સભાએ હિન્દી ભાષાને રાજભાષાના સ્વરૂપમાં સ્વીકાર કરવા માટે તૈયારી બતાવી દીધી હતી. ત્યારબાદ બંધારણીય સભાએ આને આજ દિવસે રાજભાષા તરીકે સ્વીકારી લીધી હતી આ દિવસને હવે હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે.
- ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે બંધારણ લાગુ કરવામાં આવ્યા બાદ ભાષાની જોગવાઇ કલમ ૧૨૦, ૨૧૦, તેમજ ૩૪૩થી ૩૫૧ લાગુ કરવામાં આવી હતી
- બીજી ખેર પંચની રચના બંધારણની કલમ ૩૪૪ (૧) હેઠળ કરવામાં આવી હતી
- ૧૦મી મે ૧૯૬૩ના દિવસે કલમ ૩૪૩ (૩)ની જોગવાઇ અને નહેરુની ખાતરી બાદ રાજભાષા અધિનિયમની રચના કરવામાં આવી હતી
- પાંચમી સપ્ટેમ્બર ૧૯૬૭ના દિવસે વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્રિય હિન્દી સમિતીની રચના કરવામાં આવી હતી.
- જુન ૧૯૭૫માં રાજભાષા સાથે સંબંધિત બંધારણીય, વિવિધ પેટા જોગવાઇને અમલી કરવા માટે રાજભાષા વિભાગની રચના કરવામાં આવી હતી.
- ૧૯૭૬માં સંસદીય રાજભાષા સમિતીની રચના કરવામાં આવી હતી.
- ૧૯૭૭માં તત્કાલીન વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રથમ વખત હિન્દીમાં સંબોધન કરીને તમામને ચોંકાવી દીધા હતા.
- ૧૯૮૮માં વિદેશ પ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તત્કાલીન વિદેશ પ્રધાન નરસિંહ રાવ પણ હિન્દીમાં બોલ્યા હતા
- મે ૨૦૧૮માં અખિલ ભારતીય ટેકનિકલ શિક્ષણ પરિષદે હિન્દી માધ્યમથી એન્જિનિયરિંગના સિક્ષણને મંજુરી આપી દીધી હતી.
- ૧૭મી જુલાઇ ૨૦૧૯ના દિવસે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા તમામ નિર્ણયોના હિન્દી અથવા તો પાંચ બારતીય ભાષા આસામી, કન્નડ, મરાઠી, ઓરિયા, તેમજ તેલુગુમાં અનુવાદ કરવાની શરૂઆત કરી હતી.