અમદાવાદ: આશ્રમ રોડ ખાતે આવેલાં એચ.કે. હોલમાં સ્વતંત્રતા દિવસના રોજ શુક્રવારે બપોરે 2.30 વાગ્યાથી ગીત-સંગીત અને હિન્દી હાસ્ય કવિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કાર્યક્રમના સંયોજક રાજકુમાર ભક્કડે જણાવ્યું કે, બપોરે 2.30 વાગ્યાથી 3.15 વાગ્યા સુધી ગીત-સંગીત કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ બપોરે 3.15 વાગ્યાથી હિન્દી હાસ્ય કવિ સમ્મેલન યોજવામાં આવશે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા દિલ્લીના ખ્યાતનામ કવિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ કવિઓમાં કૃષ્ણ કુમાર સરલ (હાસ્ય, લખનૌ, ઉત્તર પ્રદેશ), પૂનમ વર્મા (શ્રૃંગાર, દિલ્હી), જગદીશ ગુર્જર (પૈરોડીકાર, શાજાપુર, મધ્યપ્રદેશ), ગિરીશ ઠાકુર દબંગ (હાસ્ય, અમદાવાદ), રાજેશ લોટપોટ (હાસ્ય, ઝાલાવાડ, રાજસ્થાન), કુસુમ સોની અગ્નિ (વીર રસ, અમદાવાદ) અને મન કુમાર (હાસ્ય, અમદાવાદ) કાવ્ય પાઠ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે , અમદાવાદના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, વેબ ન્યૂઝ, વેબ પોર્ટલ તથા મીડિયાજગત અને પબ્લિક રિલેશનશીપના પરિવારજનો માટે પહેલીવાર આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગીત-સંગીત કાર્યક્રમ માટે ફાફગુલ્લા ટીમના શુભોજિત સેન, વિક્કી અંબવાની, દીપ ચૌહાન અને કોમલ બારોટને આમંત્રિત કરવામાં આવ્યા છે.