શિક્ષક અને વિધ્યાર્થી વચ્ચેના પવિત્ર સંબંધને શરમસાર કરનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ધો. 10ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સંસ્કૃત અને અંગ્રેજી વિષયના શિક્ષક રાહુલ પરમારની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શિક્ષકે વિદ્યાર્થીનીને ઇડરના નેકશોન ગેસ્ટ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી મુજબ સાબરકાંઠા ધો. 10ની વિદ્યાર્થીની પર શાળાના સંસ્કૃત-અંગ્રેજી શીખવતા શિક્ષકે દુષ્કર્મ આચર્યુ હતું. શિક્ષક વિદ્યાર્થીનીને ઇડરના નેકશોન ગેસ્ટ હાઉસમાં લાવ્યો હતો, નરાધમ શિક્ષકની ધરપકડ બાદ હોટલ સંચાલક સામે પણ કાર્યવાહી કરાઈ છે. જો કે વિદ્યાર્થીનીને હોટેલ સુધી બાઈક પર લઈ જનાર પોલીસ પકડથી દૂર છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે કડક કાર્યવાહી કરીને રાહુલ પરમાર નામના શિક્ષક સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ, નરાધમ શિક્ષકને આશરો આપનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વધુ એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે અને તેને આશરો આપનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીને હોટલ સુધી બાઈક પર લઈ જનાર વ્યક્તિ પોલીસ પકડથી દૂર છે. દુષ્કર્મ મામલે હોટલના સંચાલક કચરુ વાલજી પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. નિયમોનું પાલન નહીં કરવા અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ પર એન્ટ્રી આપવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે નેક્સન હોટલના સંચાલકની ધરપકડ કરી છે. આરોપી શિક્ષકે વિદ્યાર્થીનીને 3 કલાકથી વધુ સમય હોટેલમાં રાખી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.