સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. હિંમતનગર હાઈવે પર વહેલી સવારે એક કાર ટ્રેલરના ભાગમાં ઘૂસી જતા ભયંકર અકસ્માત થતાં ઘટનાસ્થળ પર જ 7 લોકોના મોત થયા જયારે 1ની હાલત વધુ ગંભીર છે.
શામળાજીથી અમદાવાદ આવતી ઇનોવા કારનો હિંમતનગર હાઈવે પર સહકારી જીન નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલર પાછળ ઘૂસનાર કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. હિંમતનગર હાઈવે પર થયેલ ભયાનક અકસ્માતની માહિતી મળતા જ 108 સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ ઇનોવા કારનો સવારે અકસ્માત થયો હતો. આ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોમાંથી 7 લોકો ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ફાયર વિભાગે કારને કાપી તમામ મૃતદેહો બહાર કાઢ્યા. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલ એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસ કાર નંબર પરથી મૃતકોના નામ અને વધુ માહિતીની કામગીરી કરી રહી છે. ઉપરાંત પોતાની તપાસમાં પોલીસ અકસ્માતનું કારણ જાણી આગળની કાર્યવાહી કરશે.
આ અકસ્માત બાદ હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ઇનોવામાં સવાર 120ની સ્પીડે કાર ચલાવી રહ્યાં છે. ત્યારે ઓવરસ્પીડ અકસ્માતનું કારણ બન્યાનું સામે આવ્યું છે. આમ રફ્તાર સાથે રમવા જતા સાત જુવાનીયાઓને પોતાના જીવથી હાથ ધોવા પડ્યાં છે.