ચૂંટણી પંચે આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પત્રકાર પરિષદ યોજીને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં ૧૨મી નવેમ્બરે ચૂંટણી યોજાશે અને એક જ ફેઝમાં મતદાન થશે. અત્રે જણાવવાનું કે હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ ૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા કેન્દ્રીય ચુંટણી કમિશ્નરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. ૧૨ નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને ૮ ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આમ, હિમાચલ પ્રદેશ વિધાનસબા ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્બરે ૨૬ દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે.
હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થશે. સંભાવના એવી છે કે નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની ૧થી ૫ તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ૨૦ ઓક્ટોબર પછી જાહેર થાય એવી સંભાવના છે. કેન્દ્રીય ચુંટણી કમિશ્નર રાજીવ કુમારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમની વિગતો આપતાં જણાવ્યું હતું કે ચુંટણી માટે જાહેરનામુ- ૧૭ ઓક્ટોબર બહાર પાડવામાં આવશે ઉમેદવારીપત્રકો ૨૫ ઓક્ટોબર સુધી ભરી શકાશે જયારે મતદાન ૧૨ નવેમ્બરના રોજ યોજાશે જયારે મતગણતરી – ૮ ડિસેમ્બરે યોજાશે તેમણે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશ વિધાનસભાની કુલ બેઠકો- ૬૮ છે તેમાં કુલ મતદારો- ૫૫ લાખ છે જેમાંથી ૧.૮૬ લાખ લોકો પ્રથમ વખત મતદાન કરશે તેમણે કહ્યું હતું કે ૮૦ વર્ષથી ઉપરના મતદારો સંખ્યા ૧.૨૨ લાખ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો છે અને તેમાં પણ ‘લોકશાહીનો તહેવાર’ આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ કરી છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પણ કરવામાં આવી છે.
રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું ઉદાહરણ પણ ટાંક્યું જ્યાં મેટ્રો શહેરોમાં મતદાન ઓછું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હિમાચલમાં કાર્યકાળ ૮ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. કુલ ૫૫ લાખ મતદારો છે. જેમાંથી ૧૫ લાખ મતદારો બેલેટ દ્વારા મતદાન કરશે. ૧.૬ લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ૮૦ વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે દરેક બૂથ પર રેમ્પની વ્યવસ્થા હશે. પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.મતદારોને વધુમાં વધુ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. કેટલાક મતદાન મથક એવા હશે કે જેનું સંચાલન માત્ર મહિલાઓ જ કરશે. દરેક વિધાનસભામાંઓછામાં ઓછું એક એવું બૂથ હશે. તે મહિલા સશક્તિકરણનું પ્રદર્શન કરશે. કેટલાક મતદાન મથકોનું સંચાલન અલગ-અલગ-વિકલાંગ સ્ટાફ દ્વારા કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ ૮ જાન્યુઆરી ૨૦૨૩ સુધી છે. અહીં લગભગ ૫૫ લાખ મતદારો છે.
ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આવા ૧૧૮૪ મતદારો છે, જેમની ઉંમર સો વર્ષથી વધુ છે. કમિશને કહ્યું કે ચૂંટણી માટે નોટિફિકેશન ૧૭ ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને પણ તથ્યો તપાસ્યા પછી સમાચાર પ્રકાશિત કરવાની સલાહ આપી હતી અને કહ્યું કે ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખવામાં આવશે. વર્તમાન મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભાજપ તરફથી સૌથી મોટા દાવેદાર છે. જો ૨૦૧૭ની જેમ મોટો ફેરફાર થાય છે તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ સીએમનો ચહેરો બની શકે છે. કોંગ્રેસ તરફથી મુકેશ અગ્નિહોત્રી, કૌલ સિંહ ઠાકુર, સુખવિંદર સિંહ સુખુ, રામલાલ ઠાકુર, આશા કુમારી દાવેદારોની યાદીમાં સામેલ છે.