તહેવારોની સિઝનમાં Hi -LIFE લઈને આવ્યું છે ફેશન અને ઉત્સાહનો નવો રંગ.

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ: નવલી નવરાત્રી પછી આવી ગયી છે અને એના સાથે લાવ્યા છે ફેશન અને ઉત્સાહનો નવો રંગ. અને એટલે જ આ મહિનામાં તમારા ફેશન શોપિંગને ખાસ બનાવવા માટે અને આગામી પૂજા, ફેસ્ટિવલ અને પ્રવાસોને એક ખાસ ઉત્સવના રૂપમાં ઉજવણી કરવા માટે નવા ફેશન ટ્રેન્ડસના સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ફરી આવી ગયા છે અમદાવાદના ઘર આંગણે !!

અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે ૧૬ અને ૧૭ ઓક્ટોબર, ૨૦૨૩ દરમિયાન આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના ફેસ્ટિવલ સ્પેશ્યિલ કલેક્શન્સનું રજુઆત આ એક્ઝિબિશનમાં કરવામાં આવશે.

ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ રીતે દેશભરના નવીન ડિઝાઇનર્સના દ્વારા પહેલા ક્યારેય ન જોવાયેલા એવું નવરાત્રી અને દિવાળી સ્પેશ્યિલ ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો. હાઇ લાઇફ એક્ઝિબિશન – અમદાવાદ ફેશન ડિઝાઈનરો અને રસિકો માટે હાઇ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી, લક્ઝ એક્સેસરીઝ, જ્વેલરી, બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે. હાઈ લાઈફ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઈડલ વેર છે જે ગ્લિટ્ઝ, ટેન્ટાલાઈઝિંગ ટ્યુનિક, ચિક કેપ્સ, સેલિબ્રિટી સ્ટાઈલના જેકેટ્સ, સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ, કન્ટેમ્પરરી કટ્સમાં ક્રેપ, પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈંગ એમ્બ્રો સાથે ગ્રેસનું મિશ્રણ કરે છે. આ આવૃત્તિમાં તમારા ફેવરિટમાં ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેન્ડી ટ્વિસ્ટનો અનુભવ કરો!

કાર્યક્રમના અનાવરણમાં શ્રીમતી પ્રિયંકા દેસાઈ, શ્રીમતી જ્લ્પન લાલા, શ્રીમતી અર્શિતા રાઠોડ, શ્રીમતી પુનિતા જોશી, ર્ડો. ઉષ્મા અધ્યારૂ, ર્ડો. પ્રકૃતિ ત્રિવેદી, શ્રીમતી રિધ્ધિકા ભંડારી, શ્રીમતી અમી શાહ અને જાણીતા સોશ્યિલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ અને બ્લોગર્સ શ્રીમતી પ્રીતિ શાહ અને શ્રીમતી શાલુ ગર્ગ હાજર રહ્યા હતા.

Share This Article