લંડન : વર્લ્ડ કપ ૨૦૧૯ની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વર્લ્ડ કપ ક્રિકેટમાં રમવાની બાબત દરેક ક્રિકેટર માટે એક સ્વપ્ન સમાન હોય છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ ભારતના પૂર્વ ખેલાડી સચિન તેન્ડુલકરના નામ પર છે. સચિને વર્લ્ડ કપમાં ૪૫ મેચો રમીને છ સદી અને ૧૫ અડધી સદી સાથે ૨૨૭૮ રન કર્યા છે. વર્લ્ડકપમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓમાં રિકી પોન્ટિંગ, બ્રાયન લારા, જયસૂર્યા જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે. સચિન બાદ પોન્ટિંગે હજુ સુધી વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવી શક્યો છે. પોન્ટિંગે ૪૬ મેચોમાં ૧૭૪૩ રન બનાવ્યા છે. સૌથી વધુ મેચો રમવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામ ઉપર છે. મોટાભાગના સ્ટાર ખેલાડીઓ આ વખતે પ્રથમ વખત મેદાનમાં ઉતરી રહ્યા છે. કરનાર ખેલાડી નીચે મુજબ છે.
ખેલાડી | રન | મેચ | દાવ | નો.આઉટ | ૧૦૦ | ૫૦ |
સચિન | ૨૨૭૮ | ૪૫ | ૪૪ | ૪ | ૬ | ૧૫ |
પોન્ટિંગ | ૧૭૪૩ | ૪૬ | ૪૨ | ૪ | ૫ | ૬ |
લારા | ૧૨૨૫ | ૩૪ | ૩૩ | ૪ | ૨ | ૭ |
જયસુર્યા | ૧૧૬૫ | ૩૮ | ૩૭ | ૩ | ૩ | ૬ |
કાલિસ | ૧૧૪૮ | ૩૬ | ૩૨ | ૭ | ૧ | ૯ |
ગિલક્રિસ્ટ | ૧૦૮૫ | ૩૧ | ૩૧ | ૧ | ૧ | ૮ |
મિયાદાદ | ૧૦૮૩ | ૩૩ | 30 | ૫ | ૧ | ૮ |
ફ્લેમીગ | ૧૦૭૫ | ૩૩ | 33 | ૩ | ૨ | ૫ |
ગિબ્સ | ૧૦૬૭ | ૨૫ | 23 | ૪ | ૨ | ૮ |