નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સવારે ભારે ઉત્સાહ વચ્ચે સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ પર મતદાનની શરૂઆત થઇ હતી. સવારમાં મતદાનની શરૂઆત થયા બાદ તમામ જગ્યાએ મોટી લાઇન લાગી હતી. કેટલીક જગ્યાએ સવારે પ્રમાણમાં ઓછા મતદારો દેખાઇ રહ્યા હતા જ્યારે કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. આજે મતદાનની શરૂઆત થયા બાદ કુલ ૬૭૪ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મતદાનની સાથે સાથે નીચે મુજબ છે
- પાંચમા તબક્કાની ચૂંટણી માટે મતદાનની શાંતિપૂર્ણ રીતે શરૂઆત થઇ
- સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ ઉપર સવારમાં મતદાન શરૂ થયા બાદ કેટલાક મથકો પર સવારમાં જ લાંબી લાઇન લાગી
- કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ સહિત તમામ દિગ્ગજ દ્વારા મતદાન
- ગરમી વધે તે પહેલા જ સવારમાં જ જાગૃત મતદારો મતદાન કરીને આવી ગયા
- અમેઠી બેઠક પર રાહુલ ગાંધી અને સ્મૃનિ ઇરાનીના ભાવિ સીલ થઇ ગયા
- રાયબરેલીમાં સોનિયા ગાંધી પાંચમી વખત ચૂંટણી જીતવા માટે ઉત્સુક
- સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ ઉપર કુલ ૮૭૫૮૮૭૨૨ મતદારો નોંધાયા છે
- પાંચમાં તબક્કાની ચૂંટણી માટે ૯૬૦૮૮ પોલિંગ બુથ સ્થાપિત કરવામાં આવ્યા
- ૧૪ ટકા ઉમેદવારો પર ગંભીર અપરાધિક મામલા નોંધાયા છે
- પાંચમા તબક્કામાં ૧૯ ટકા ઉમેદવારો પર અપરાધિક કેસ રહેલા છે
- પાંચમાં તબક્કામાં ભાજપના ૪૬ ટકા અને કોંગ્રેસના ૩૧ ટા ઉમેદવારો પર અપરાધિક કેસ છે
- સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ ઉપર સવારમાં મતદાન થયા બાદ સાંજ સુધી ચાલનાર છે
- ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં તમામ સાત ચરણમાં મતદાન થશે
- રાજસ્થાનમાં આજના મતદાનની સાથે તમામ બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે
- વિપક્ષી દળો સતત ભગવા પાર્ટીની સામે મત વિભાજનને રોકવા માટે ઇચ્છુક
- પાંચમા તબક્કામાં બિહારની પાંચ, મધ્યપ્રદેશની ૭, રાજસ્થાનની ૧૨, ઉત્તરપ્રદેશની ૧૪, બંગાળની સાત સીટો પર મતદાન શરૂર
- છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે આ તબક્કાની બેઠકો પૈકી મોટા ભાગની સીટો જીતી હતી.
- પાંચમા તબક્કામાં સવારે ૭ વાગે મતદાન શરૂ થયા બાદ સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે
- પાંચમા તબક્કાની ચૂટણીમાં અનેક મોટા માથાના ભાવિનો ફેંસલો થઇ રહ્યો છે
- હજુ સુધી ચાર તબક્કામાં મતદાન પરિપૂર્ણ કરવામાં આવી ચુક્યું છે
- જેમાં ૩૭૩ સીટ પર લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે
- આજે મતદાનની સાથે ૪૨૫ સીટ પર મતદાન માટેની પ્રક્રિયા પરિપૂર્ણ થશે
- ચૂંટણી પંચ દ્વારા તમામ જગ્યાઓએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે
- તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ
- તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે
- આ વખતે સામાન્ય ચૂંટણીમાં કુલ સાત તબક્કાની ચૂંટણીમાં કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે
- ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે
- ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે
- ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી
- છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા
- પાંચમા તબક્કામાં ૬૭૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.