હાઇ વોલ્ટેજ જંગ ખેલાશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઓવલ:   ઓવલના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થનાર છે. આ મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે. પાંચમી જુનના દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કર્યા બાદ આવતીકાલે તેની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની બંને મેચો જીતી છે. રોમાંચકતાની સાથે સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

  • ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોવા મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી વકી. ઓવલના મેદાન પર હાઉસફુલનો શો રહી શકે છે
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હજુ સુધી ૧૩૬ મેચો રમાઇ છે જે પૈકી ભારતે ૪૯ અને ઓસ્ટ્રેલિયાએ ૭૬ મેચોમાં જીત મેળવી છે
  • વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનુ પ્રભુત્વ રહ્યુ છે. કારણ કે તેમની વચ્ચે કુલ ૧૧ મેચો પૈકી ઓસ્ટ્રેલિયાએ આઠમાં જીત મેળવી છે
  • ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે છેલ્લી મેચ ૧૩મી માર્ચ ૨૦૧૯ના દિવસે રમાઇ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ૩૫ રને જીત મેળવી હતી
  • ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રથમ મેચ છટ્ઠી ડિસેમ્બર ૧૯૮૦ના દિવસે રમાઇ હતી જેમાં ભારતે ૬૬ રને જીત મેળવી હતી
  • રોહિત શર્મા, શિખર ધવન, ધોની પર તમામની નજર રહેશે
  • ભારત તરફથી વિરાટ કોહલી પર બેટિંગને લઇને મુખ્ય આધાર રહેશે
  • બન્ને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી હોવાથી મેચ રોમાંચ જગાવશે
  • વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે
  • ઇનામી રકમ આ વખતે ગયા વર્લ્ડ કપ જેટલી રાખવામાં આવી છે
Share This Article