નવી દિલ્હીઃ વાવાઝોડા અને વરસાદની સંભાવનાના પગલે હવામાન વિભાગે દેશના કેટલાંક રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. દેશના ૧૩ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત છે, જ્યાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ૪૮ કલાકમાં અહિં કોઇપણ સમયે ભારે વાવાઝોડાની સાથે વરસાદ થવાની સંભાવના છે.
ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, જમ્મૂ-કાશ્મીર અ હિમાચલ પ્રદેશના ઘણાં સ્થળોએ આંધી-વાવાઝોડુ અને બરફવર્ષા સાથે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ મુજબ આસામ, મેધાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અ ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ૨ મેના રોજ રાત્રે આવેલા વાવાઝોડાએ ભયંકર વિનાશ સર્જયો હતો અને ૧૩૦ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણાં લોકો ઘાયલ પણ થયા હતા. હરિયાણામાં હવામાન વિભાગમાં આવેલા બદલાવના કારમે ૭ અને ૮ મેના રોજ રાજ્યની તમામા ખાનગી અને સરકારી શાળાઓને બંધ રાખવાનો નિદેશ કર્યો છે.
હવામાન વિભાગે ઉત્તર ભારત, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના ૧૩ રાજ્યોના લોકોને સર્તક રહેવા માટે જણાવ્યું છે, જ્યાં ભારે વરસાદની સાથે ભારે વાવાઝોડાનું ખતરો જણાઇ રહ્યો છે. જમ્મૂ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે ૮ મેની ચેતાવણી જાહેર કરવામાં આવી છે.