મુંબઇઃ પાકિસ્તાની મુળની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત માહિરા ખાનને હિન્દી ફિલ્મોની ઓફર થઇ રહી નથી. શાહરૂખ ખાનની સાથે સુપરહિટ ફિલ્મ રઇસ સાથે ફિલ્મી કેરિયર શરૂ કરી હોવા છતાં તેની કેરિયરમાં કોઇ નોંધપાત્ર વળાંક આવી શક્યો નથી. તેને બોલિવુડ ફિલ્મોમાં સંઘર્ષ કરવાની ફરજ પડી રહી છે. તે પાકિસ્તાની ફિલ્મોમાં ચોક્કસપણે રોલ મેળવી રહી છે.
માહિરા ખાન પાકિસ્તાની કલાકારો પર હાલમાં ભારતમાં મુકવામાં આવેલા પ્રતિબંધના કારણે પરેશાન છે. તેનુ કહેવુ છે કે કલાકારો પર પ્રતિબંધની બાબત બિલકુલ યોગ્ય નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં પ્રવેશ કરવાની ક્યારેય ઇચ્છા ધરાવતી ન હતી. શાહરૂખ ખાનની સાથે રઇસ ફિલ્મમાં કામ કર્યા બાદ જેટલી ચર્ચા થઇ હતી તેના કરતા પણ વધારે ચર્ચા રણબીર કપુર સાથે સંબંધના કારણે તેની થઇ હતી.
માહિરા ખાનનુ કહેવુ છે કે તે હમેંશા પાકિસ્તાની ફિલ્મોને લઇને જ પ્રભાવિત રહી છે. તેનુ કહેવુ છે કે કેટલાક પાકિસ્તાની કલાકારો પ્રતિબંધના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. માહિરા ખાન બોલિવુડમાં પ્રવેશી ત્યારે તેની પાસેથી જોરદાર અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જો કે તે વિવાદમાં આવી ગઇ હતી. પાકિસ્તાની કલાકાર ફવાદ છેલ્લે કરણ જોહરની ફિલ્મ દે દિલ હે મુશ્કેલીમાં નજરે પડી હતી.
માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરી રહી છે. હિન્દી ફિલ્મોમાં તેની પાસે કઇ ફિલ્મ છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. માહિરા ખાન માત્ર પાકિસ્તાની ફિલ્મો સુધી મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. તે હિન્દી ફિલ્મોમાં પણ સારા રોલ કરવા માટે ઇચ્છુક છે.જો કે હાલમાં તેની ઇચ્છા પૂર્ણ થાય તેવી આશા દેખાઇ રહી નથી.