અમદાવાદ :ફિટનેસ અને એકતાની ઊજવણી માટે જાગૃત અંદાજે 1500થીવધારે ઉત્સાહી લોકો હર્બલાઈફ ન્યુટ્રીશનની ફીટ ફેમિલીસ ફેસ્ટ 2019ની ત્રીજી આવૃત્તિમાં જોડાયા હતા.
વૈશ્વિક સ્તરે અગ્રણી ન્યુટ્રીશન કંપની હર્બલાઈફ ન્યુટ્રીશન દ્વારા અમદાવાદના કાંકરિયા રોડ ખાતે ધ અરેના ગેટ નં.-3 નજીકએકતા ક્લબમાં આજે ધ ફીટ ફેમિલી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં જાગૃત અને ઉત્સાહી વ્યક્તિઓ તથા પરિવારોએ રનિંગ અને સાઈકલિંગની વિવિધ કેટેગરી હેઠળ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલમાં વિવિધ સ્પોર્ટ્સ અને ફીટનેસ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમોથી વ્યક્તિઓને પરિવારો સકારાત્મક પસંદગીઓ માટે પ્રેરિત થયા હતા, તેમનામાં ઊર્જાનો સંચાર થયો હતો. આ પ્રેરણા તેમના મન, મગજ, શરીર અને આત્મામાં સકારાત્મક પરિવર્તન લાવશે. હર્બલાઈફ ન્યુટ્રીશન ફીટ ફેમિલીસ ફેસ્ટ મનોરંજક પ્રવૃત્તિઓ, ફીટનેસ અને ઉત્સવના વાતાવરણથી સમૃદ્ધ હતો, જેનો આશય સ્વસ્થ પરિવારો સુખી પરિવાર બનાવે છે તેવો સંદેશ ફેલાવવાનો છે.
આ પહેલ અંગે વાત કરતાં હર્બલાઈફ ન્યુટ્રીશન ઈન્ડિયાના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિટેન્ડ શ્રી અજય ખન્નાએ જણાવ્યું હતું કે, ‘સરકારી અધિકારીઓ, ભાગીદારો અને અમારા સહયોગીઓની મદદથી કેટલાક જ વર્ષમાં ફીટ ફેમિલી ફેસ્ટિવલ આટલા મોટા પ્રમાણમાં વિકસશે તે અવિશ્વસનીય છે. ફીટ ઈન્ડિયા ચળવળની સરકારની પહેલ સાથે જોડાતા અમે ખૂબ જ ખુશ છીએ. હર્બલાઈફ ન્યુટ્રીશનનો આશય આગામી વર્ષોમાં ભારતમાં પ્રત્યેક રાજ્ય અને શહેરમાં સ્વસ્થ અને સક્રિય જીવન પદ્ધતિ લાવવાનો છે. અમે સૌપ્રથમ વખત ભુવનેશ્વરથી શરૂ કરીને લુધિયાણા, અમદાવાદ અને હૈદરાબાદ સાથે અનેક શહેરોમાં ફીટ ફેમિલીસ ફેસ્ટ 2019નું આયોજન કરી રહ્યા છીએ.’
હર્બલાઈફ પારસ્પરિક સહયોગ અને પ્રોત્સાહન સાથે આગળ વધવા તથા તેમના સ્વાસ્થ્ય લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રત્યેક વ્યક્તિ માટે એક સમાવેશક મંચ પૂરું પાડવાનું ચાલુ રાખીશું.
હર્બલાઈફ અંગે :
હર્બલાઈફ ન્યુટ્રીશન એક વૈશ્વિક ન્યુટ્રીશન કંપની છે, જેનો આશય વિશ્વને સ્વસ્થ અને સુખી બનાવવાનો છે. કંપની વર્ષ 1980થી ઉત્કૃષ્ટ પોષક ઉત્પાદનો અને કાર્યક્રમો સાથે લોકોનું જીવન બદલવા પોષણ માટે એક મિશન પર છે.
અમારા હર્બલાઈફ ન્યુટ્રીશન સ્વતંત્ર વિતરકો સાથે અમે સમગ્ર વિશ્વમાં વૃદ્ધાવસ્થા, જાહેર આરોગ્યના તીવ્ર ખર્ચ અને બધી જ વયના ઉદ્યોગસાહસિકોમાં નબળા પોષણ અને સ્થૂળતાની સમસ્યાનો ઉકેલ પૂરો પાડવા માટે કટીબદ્ધ છીએ. હર્બલાઈફ ન્યુટ્રીશન ઉચ્ચ ગુણવત્તા, વૈજ્ઞાનિક સંશોધન આધારિત ઉત્પાદનો, જેમાંથી મોટાભાગના ઉત્પાદનોનું કંપની દ્વારા સંચાલિત એકમોમાં ઉત્પાદન થાય છે, હર્બલાઈફ ન્યુટ્રીશન સ્વતંત્ર વિતરક સાથે પ્રત્યક્ષ વન-ઓન-વન કોચિંગ અને સહાયક સામુદાયિક અભિગમ પૂરા પાડે છે, જે ગ્રાહકોને તેમના સ્વાસ્થ્ય અને વધુ સક્રિય જીવનશૈલી માટે પ્રેરિત કરે છે.
હર્બલાઈફ ન્યુટ્રીશન્સના લક્ષ્યાંકિત પોષક, વેઈટ-મેનેજમેન્ટ, એનર્જી અને ફીટનેસ તથા વ્યક્તિગત સારવારના ઉત્પાદનો 90થી વધુ દેશોમાં વિશેષરૂપે સ્વતંત્ર વિતરકો મારફત ઉપલબ્ધ છે. તેની કોર્પોરેટ સામાજિક જવાબદારીના પ્રયાસો મારફત હર્બલાઈફ ન્યુટ્રીશન હર્બલાઈફ ફેમિલી ફાઉન્ડેશન (એચએફએફ)ને સહાય કરે છે અને તેનો કાસા હર્બલાઈફ કાર્યક્રમ જરૂરિયાતમંદ બાળકોને સારું પોષણ પૂરું પાડવામાં મદદરૂપ થાય છે. હર્બલાઈફ ન્યુટ્રીશન સમગ્ર વિશ્વમાં ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, ધ એલએ ગેલેક્સી અને અનેક ઓલિમ્પિક ટીમો સહિત 190થી વધુ એથ્લેટ્સ, ટીમ અને કાર્યક્રમોને સ્પોન્સર કરવામાં પણ ગર્વ અનુભવે છે. હર્બલાઈફ ન્યુટ્રીશન સમગ્ર વિશ્વમાં 8,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે અને તેના શૅર્સનું ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ (એનવાયએસઈ : એચએલએફ) પર ટ્રેડિંગ થાય છે.